Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગરમાં સુતેલા નિદ્રાધીન પરિવારના ઓશિકા પાસેથી ચાવી લઈ તસ્કરો 2 લાખની મતા...

જામનગરમાં સુતેલા નિદ્રાધીન પરિવારના ઓશિકા પાસેથી ચાવી લઈ તસ્કરો 2 લાખની મતા ચોરી ગયા

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરના દિગ્વિજય પ્લોટ 10 નંબરના રહેણાંક મકાનમાં તસ્કરો કળા કરી બે લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના રોકડ અને મોબાઇલની ચોરી કરી ગયાનું સામે આવ્યું છે.

- Advertisement -

આ સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર-10માં આનંદ બંગલાની બાજુમાં શ્રી પીઠળ આઇ કૃપા મકાનમાં રહેતા દિનેશભાઇ ગિરધરભાઈ માંડલીયાના રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા.

મોડી રાત્રે અગાશી પર સુતેલા નિદ્રાધીન પરિવારના ઓશિકા પાસેથી ચાવી લઈને તસ્કરોએ રહેણાંક મકાનમાં પ્રવેશ કરી મકાનમાં કબાટ અને બેડ ઉપરાંત અન્ય જગ્યાઓએ મોડી રાત્રે ખાખા ખોરા કરી સોના-ચાંદીના દાગીના, મોબાઇલ ફોન 7,700 રોકડા મળી કુલ રૂપિયા 2લાખની મત્તાની ચોરી થયાનું દિનેશભાઇએ જણાવતા પોલીસ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

જ્યાં ચોરીની ઘટના બની છે તે રહેણાંક મકાન આસપાસ સીસીટીવી કેમેરાઓ પણ આવેલા છે. જેથી પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.

જામનગરમાં ફરી ચોમાસાના ઉકળાટ દરમ્યાન તસ્કરોએ ઉચાટ ભરવાની ઘટના સામે આવી છે. ત્યારે સતત ધમધમતા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધારાય તો આ પ્રકારની ચોરીના બનાવો અટકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here