Home ગુજરાત કો-ઓપરેટીવ બેંકના 6 કરોડના કૌભાંડને લઈને CM ઓફીસ પાસે ભોગ બનનાર 135...

કો-ઓપરેટીવ બેંકના 6 કરોડના કૌભાંડને લઈને CM ઓફીસ પાસે ભોગ બનનાર 135 લોકોની આત્મવિલોપનની ચીમકી

0

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક,જામનગર

જામનગર જીલ્લાના જામજોધપુરમાં આવેલ કો-ઓપરેટીવ બેંકમાં 6 કરોડનું કૌભાંડ થયાના આક્ષેપો થઈ રહ્યા છે. બે વર્ષ પહેલાની આ ઘટના અંગે અનેક વખત ફરિયાદ પણ કરી છે. પરંતુ હાલ કોઈ જ નિવેડો નથી આવ્યો જેને લઈને લોકો અકળાયા છે. અને આગામી દિવસોમાં 135 જેટલા લોકોએ મુખ્યમંત્રી કાર્યાલય બહાર આત્મવિલોપન કરવાની ચીમકી પણ આપી રહ્યા છે.

- Advertisement -

જામજોધપુર કો-ઓપરેટિવ બેંકમાં છ કરોડનું કૌભાંડ થયું હોવાનું 2 વર્ષ પહેલા સભ્યો દ્વારા તંત્ર સમક્ષ લેખિતમાં અને મૌખિક રીતે ફરિયાદ પણ કરાઈ હતી. અનેક વખત રજુઆતો બાદ પણ આ કૌભાંડની ગુથ્લી સુલઝી નથી. ત્યારે  આજે જામનગરની જિલ્લા કલેક્ટર કચેરીમાં સ્વાગત કાર્યક્રમ દરમ્યાન જામજોધપુર કો-ઓપરેટિવ બેંકમાં છેતરપિંડીનો ભોગ બનેલા સભ્યો પહોચ્યા હતા.

જામજોધપુરથી આવેલા કૌભાંડનો આક્ષેપ કરનાર સભ્યોને જીલ્લા કલેકટરે તેમનો કેસ ચાલતો હોવાથી આ મેટરમાં કઇજ નહી કરી શકાય તેમ જણાવતા સ્વાગત કાર્યક્રમમાંથી રજૂઆત કરવા પહોચેલા લોકો વિલા મોઢે પરત ફર્યા હતા.

જામજોધપુરથી જિલ્લા કલેકટર કચેરીએ પહોચેલા લોકોએ રજૂઆત કરી છે કે, આ કૌભાંડ મા સંકળાયેલા જવાબદારો સામે કોઈ જ કાર્યવાહી નહીં કરવામાં આવે તો, ના છુટકે આગામી દિવસોમાં ભોગ બનેલા ૧૩૫ જેટલા લોકો ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યાલય સામે આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here