Home ગુજરાત કેળવણીધામમાં CM વિજય રૂપાણીએ રાજનીતિજ્ઞ તાલીમ કેન્દ્ર, મીડિયા તાલીમ કેન્દ્ર અને GPBO...

કેળવણીધામમાં CM વિજય રૂપાણીએ રાજનીતિજ્ઞ તાલીમ કેન્દ્ર, મીડિયા તાલીમ કેન્દ્ર અને GPBO સેન્ટરનું લોન્ચિંગ કર્યું

0

મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કેળવણીધામ ખાતે UPSC-GPSCનો સત્ર પ્રારંભ અને સન્માન સમારોહ યોજાયો

અમદાવાદના નિકોલ ખાતે આવેલ કેળવણીધામમાં 23 જૂન,2019ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સરદારધામ અને કેળવણીધામમાં રાજનીતિજ્ઞ તાલીમ કેન્દ્ર, મીડિયા તાલીમ કેન્દ્ર અને GPBO સેન્ટરનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

પાટીદારની એકતાનું ધામ: સરદારધામ અને શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ- કેળવણીધામના વડપણ હેઠળ સમાજના યુવા શક્તિના સર્વાંગી વિકાસ કાજે અને “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ”ના સુત્ર પર કામ કરી રહેલા સિવિલ સર્વિસ કેન્દ્રમાં આજ રોજ તા.23-6-19 અને રવિવારે સાંજે 6 વાગ્યે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈરૂપાણી ઉપસ્થિતિમાં UPSC-GPSCના નવા સત્રના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે રાજનીતિજ્ઞ તાલીમ કેન્દ્ર, મીડિયા તાલીમ કેન્દ્ર અને GPBO સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું.

આ કાર્યક્રમથી સરદારધામ અને કેળવણીધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયાનું સમાજના વધુ વધુમાં યુવાનોને શ્રેષ્ઠત્તમ અધિકારી બનાવી સમાજ અને દેશની સેવામાં મોકલવાના સપનામાં એક નવી ઉર્જા મળી છે.આ ધન્ય ક્ષણના સાક્ષી બનવા 1500થી વધુ મહેમાનો અને ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવાનું શ્રેય કેળવણીધામ યુવક મંડળને જાય છે. આ યુવાનોની ટીમ છેલ્લા 1 મહિના કરતાં વધુ મહેનતે આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.

કેળવણીધામ વહીવટી અને કૌશલ્યવર્ધન કેન્દ્ર: વિશ્વના અનેક દેશોમાં ડંકો વગાડનારો સમાજ એવો પાટીદાર સમાજ દેશની સુગમ્ય વ્યવસ્થામાં પોતાનાંથી બનતી વધુમાં વધુ સેવા આપે એ અર્થે આજથી ત્રણ વર્ષ પહેલાં સમસ્ત પાટીદારની એકતાનું ધામ- સરદારધામ અને શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ- કેળવણીધામના સંયુક્ત ભગીરથ પ્રયાસથી આ સિવિલ સર્વિસ કેન્દ્રની શરૂઆત થઈ. આ કેન્દ્રમાંથી અત્યાર સુધીમાં 4 હજારથી વધુ દીકરા-દીકરીઓએ UPSC અને GPSCની નિશુલ્ક ટ્રેનિંગ લીધી છે. જ્યારે હાલમાં 1132 દીકરા-દીકરીઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે. જેમાં 140થી વધુ દીકરીઓને સમાવેશ થાય છે. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ 225થી વધુ વિદ્યાર્થીઓ UPSC અને 508થી વધુ વિદ્યાર્થીઓ GPSCની તૈયારી કરી રહ્યા છે. જ્યારે 400થી વધુ દીકરા-દીકરીઓ UPSC-GPSCની ફાઉન્ડેશન બેચના વિદ્યાર્થી છે.

કેળવણીધામના પ્રયત્નથી અત્યાર સુધીમાં અહિંથી 180થી વધુ દીકરા-દીકરીઓ ક્લાસ 1-2-3ની સરકારી પરીક્ષાઓ ઉતીર્ણ કરી અધિકારી બન્યા છે. જેમાં 50થી વધુદિકરા-દીકરી ક્લાસ 1 અથવા 2 તરીકે સરકારમાં ફરજ બજાવી રહ્યા છે. જેમાં 4 ડેપ્યુટી ક્લેક્ટરનો પણ સમાવેશ થાય છે. આ સાથે સિવિલ સર્વિસ કેન્દ્રમાં 450થી વધુવિદ્યાર્થી બેસી શકે તેવી લાઈબ્રેરીની વ્યવસ્થા પણ કરાઈ છે.

કેળવણીધામ હોસ્ટેલમાં 1150 દીકરા અને 100 દીકરીઓ નિવાસ કરી પોતાના ઉચ્ચ અભ્યાસ સાથે કારર્કિદી બનાવી રહ્યા છે. અહિં આર્થિક રીતે અસક્ષમ અને જરૂરિયાતમંત વિદ્યાર્થી માટે રહેવા અને જમવાની વિના મૂલ્યે સુવિધા ઓ પણ ઉપલબ્ધ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા ,ધારાસભ્ય બાબુભાઇ પટેલ મેયર બીજલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમ માં સરદાર ધામ ના યુવા તેજ અને યુવા તેજસ્વી તેમજ GPBO ની ટીમો પણ ખડે પગે ઉપસ્થિતિ રહી સેવાઓ આપતાં સમાજ માં ખૂબ પ્રસંશનીય કામગીરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here