Home ગુજરાત કેળવણીધામમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં આજે UPSC અને GPSC સત્રનો પ્રારંભ થશે.

કેળવણીધામમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં આજે UPSC અને GPSC સત્રનો પ્રારંભ થશે.

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ:

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સરદારધામ અને કેળવણીધામમાં UPSC અને GPSC સત્રનો પ્રારંભ યોજાશે.

- Advertisement -

અમદાવાદ ના નિકોલ માં ન્યુ ઇન્ડિયા કોલોની પાસે આવેલા સમસ્ત પાટીદાર એકતાનું ધામ સરદાર ધામ અને શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ કેળવણી ધામ ખાતે આજે ૨૩ જૂન,૨૦૧૯ના રવિવારના રોજ સાંજે ૬ વાગ્યાના સમયે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષ સ્થાનેે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી ઉદ્ઘાટક તરીકે યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે સિવિલ સર્વિસ કેન્દ્ર નિકોલ ખાતે સન્માન એવમ UPSC અને GPSC સત્રનો પ્રારંભ સમારોહ યોજાશે.

આ સમારંભમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પુરષોત્તમ રૂપાલા મુખ્યમહેેેમાન તરીકે ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

સરદારધામ અને કેળવણી ધામ ના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા તેમજ નિયામક મંડળ ના ટ્રસ્ટી ઓ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. નવીન આકાર લઈ રહેલ સરદારધામ ને ઝડપ થી કાર્યરત કરવા રાજ્ય ના ખૂણે ખૂણે વસેલા પાટીદારસમજમાંથી ટ્રસ્ટી તરીકે જોડવાનું કામ પણ પ્રમુખ સેવક અને તેમની ટીમ રાતદિવસ એક કરી મથામણ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here