Home ગુજરાત અરવલ્લીમાં કરાર આધારીત સરકારી ડોક્ટર દારૂ પીધા બાદ ઝડપાયા, કરાર પણ રીન્યુ...

અરવલ્લીમાં કરાર આધારીત સરકારી ડોક્ટર દારૂ પીધા બાદ ઝડપાયા, કરાર પણ રીન્યુ થઈ ગયો… હવે શું કાર્યવાહી થશે?

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અરવલ્લી :

ગાંધીજીના ગુજરાત રાજ્યમાં હાલ અરવલ્લી માં સરકારી અધિકારીઓ દારૂ ની લતે હોવાથી સરકાર ની બદનામી થઈ રહી છે. અને ભદ્ર સમાજમાં આ અંગે તરેહ તરેહની ચર્ચાઓ પણ થઇ રહી છે.

- Advertisement -

31 ફર્સ્ટ ના રોજ મોડાસા પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર જમીન ટેબલ ની કામગીરી કરતા જૈમિન પટેલ અને બાયડ ના નાયબ મામલતદાર નિલેશ પટેલ દારૂ ની મહેફિલ માણતા ડી વાય એસ પી ભરત બસિયા એ ઝડપ્યા ની શાહી સુકાઈ નથી. ત્યાંજ આજે એક ડોકટર નશાની હાલત માં મળી આવતા મોડાસા ની પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોડાસા ટાઉન પોલીસની નશો કરેલી હાલત માં રાત્રે એક ડોકટર ને ઝડપ્યો હતો.પોલીસે ધનસુરના મિત ચૌધરીને દારૂ પીધેલી હાલતમાં પકડી લીધો હતો.ડો કટર મિત ચૌધરી માલપુર અરવલ્લી જિલ્લામાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં ભૂતકાળમાં કરાર આધારિત બજાવતો હતો. એ પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. અને નવો કરાર નો ઓર્ડર પણ આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

ડોકટર મિત ચૌધરીની રિન્યુઅલમાં ફરી પસંદગી થઈ હોવાની સંબધિત અધિકારીએ આપી માહિતી છે. જેના પર દારૂ પીધો જાનુ આરોપ છે તેવા ડો. મિત ચૌધરીની પોલીસ દ્વારા તપાસ કરતા મોઢા માંથી દારૂની વાસ આવતા પોલીસે કાર્યવાહી કરી હતી. ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડોકટર મિત ચૌધરી ધનસુરની તલોદ રોડ પર આવેલી સ્વામિનારાયણ સોસાયટીનો રહેવાસી છે. સમગ્ર જિલ્લા માં હાલ સરકારી ડોક્ટર દારૂ પીને પકડાયા ની ચર્ચાઓ નો વિષય બન્યો છે. જેને લઇને આરોગ્ય વિભાગ અને સરકાર ની બદનામી દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે આવા અધિકારી ના કારણે તે પણ યોગ્ય નથી. ત્યારે આ અંગે આરોગ્ય તંત્ર આવા નશો કરતા ડોક્ટરને છાવરશે કે પછી પાણીચું આપશે. અને શું પગલાં લે છે? તે જોવું રહ્યું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here