Home ગુજરાત મકરસંક્રાંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહજતા પૂર્વક આમ નિભાવી પરંપરા,જુઓ…

મકરસંક્રાંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહજતા પૂર્વક આમ નિભાવી પરંપરા,જુઓ…

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ : 

મકર સંક્રાંતિ, ઉતરાયણ પર્વની ઉજવણી માં આપણી સંસ્કૃતિ માં પશુઓને ઘાસ ચારો અને જરૂરત મંદ લોકોને દાન નું મહાત્મ્ય છે. આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સહજતા પૂર્વક નિભાવી હતી.

- Advertisement -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મકર સંક્રાંતિ ના અવસરે અમદાવાદમાં સવારે જગન્નાથ મંદિરમાં ભક્તિ ભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા અને ગૌ માતા પૂજન કર્યું હતું તથા ઘાસ નિરણ કર્યું હતું. તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ નું અભિવાદન પણ ઝીલ્યું હતું.

CM ભૂપેન્દ્ર પટેલે મંદિર વિસ્તાર માં વસતા સેવા વસ્તી પરિવારો અને જરૂરતમંદ લોકોને મીઠાઈ વગેરેનું વિતરણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here