Home ગુજરાત મૂળ સૌરાષ્ટ્રના ડો.કુંજલ ત્રિવેદી બેસ્ટ પ્રોફેસર 2021 ના એવોર્ડથી સન્માનિત કરાયા જેની...

મૂળ સૌરાષ્ટ્રના ડો.કુંજલ ત્રિવેદી બેસ્ટ પ્રોફેસર 2021 ના એવોર્ડથી સન્માનિત કરાયા જેની આવી છે પ્રતિભા

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, વડોદરા :

સમગ્ર બ્રાહ્મણ સમાજનું ગૌરવ એવા મૂળ રાજકોટના બ્રહ્મ નારી રત્ન એવા ઉત્તર ગુજરાતના સંસ્કૃત પ્રોફેસર અને રાજકોટ બ્રાહ્મણ સમાજના મહિલા અગ્રણી એવા ડૉ. કુંજલબહેન ત્રિવેદીને વડોદરા મહાનગર દ્વારા બેસ્ટ પ્રોફેસર 2021 ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. જે સમગ્ર બ્રાહ્મણ સમાજ નું અને શિક્ષણ જગત નું નામ રોશન કર્યું છે.

- Advertisement -

રાષ્ટ્ર સેવિકા સંસ્કૃત ભારતી ના સેવાકીય સમર્પિત સેવિકા સંસ્કૃત અધ્યાપિકા અને સંસ્કૃત વિદૂષિ ડો. કુંજલ બહેન ત્રિવેદી ને ગુજરાત સીને ગ્રેવા સમગ્ર ગુજરાત ના શ્રેષ્ઠ સંસ્કૃત અધ્યાપિકા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. વંદેમાતરમ મંચ ના શિક્ષણ વિભાગ ના રાષ્ટ્રીય મહાસચિવ અને સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલબહેન ત્રિવેદી ને વડોદરા ખાતે તા.30/12 /2021ના રોજ ગુજરાત સીને મીડિયા થી બેસ્ટ પ્રોફેસર ઓફ ગુજરાત ના સ્પેશ્યલ એચીવમેન્ટ એવોર્ડ- 2021 થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંસ્કારી નગરી વડોદરાના આંગણે રાજકોટ ગુજરાત ને ગૌરવ અપાવનાર ડૉ કુંજલ ત્રિવેદી ને સાહિત્યકાર, પત્રકાર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ કલાકાર કસબીઓ, , શ્રેષ્ઠ શિક્ષકો અને વિવિધ ઉધોગિક સાહસિકો માટેનો એવોર્ડ સમારોહ માં સમાજની વિશિષ્ટ સેવા ઓ માટે ગુજરાત સીને સ્પેશ્યલ એચીવમેન્ટ એવોર્ડ- 2021થી સન્માનિત કરવા બદલ ગ્રેવા ફિલ્મ પ્રોડક્શનના દ્વારા પંડિત દીનદયાલ હોલ આજવા રોડ વડોદરા ખાતે તેઓનું સન્માન સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને 4500 જેટલી કન્યા ના પાલક પિતા મહેશભાઈ સવાણી, લોક પ્રિય કવિ લેખક નૈષધ મકવાણા, પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી અને ઓફિસ સુપ્રિટેન્ડેંટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું છે.

ડૉ કુંજલ ત્રિવેદી મૂળ તો રાજકોટ ના વતની છે. માઁ ભારતી માટે સંસ્કૃત ભારતી પુર્ણકાલીન સમર્પિત રાષ્ટ્રીય સેવિકા છે. અને કુંજલ ત્રિવેદી પ્રખર રાષ્ટ્ર ભક્ત છે. અને પોતાના સ્વ ખર્ચે નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓ માં પણ હાલ સક્રિય છે.સાથે સાથે તેઓ ભારતીય જનતા પાર્ટી ના સમર્થક મહિલા કાર્યકર્તા તરીકે પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. ઉત્તમ એવી સામાજિક સંસ્થા વંદે માતરમ્ મંચ શિક્ષા વિભાગ ના મહા સચિવ પણ  છે. બહુમુખી પ્રતિભાના તેઓ સ્વયં ધની છે. માટે જ અલગ અલગ અનેક સેવાકીય સંસ્થાઓ માં પોતાના ખર્ચે . નિઃ સ્વાર્થ કર્યો કરતા રહે છે.સં સ્કૃત ના પ્રોફૅસર તરીકે બનાસકાંઠા ના પાટણ ખાતે ફરજ બજાવે છે.

કુંજલ ત્રિવેદી સંસ્કૃત ભાષા જન જન સુધી પહોંચે અને દેવભાષા ના પ્રચાર પ્રસાર ને સંવર્ધન નું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે જે વંદન અભિનંદન અને સરાહનીય કાર્ય થકી બિરદાવા યોગ્ય છે .તેઓ સમાજ માં દેશ માં લોકો સુશિક્ષિત થાય અને દેશ ની જનતા થકી સરકાર ના અનેક લાભો મેળવી વિકસિત સરકાર બને સુશાસન માં જનતા હર હંમેશા સરકાર ના સમર્થક માં રહે તે ઉદેશ્ય થી ખૂબ સેવા આપી જન જન માં જન જાગૃતિ અભિયાન ચાલવી રહ્યા છે. સાથે સાથે ધર્મ નિષ્ઠા થકી કૈલાશ માન સરોવર મુક્તિ આંદોલન મહિલા સમિતિ ના ગુજરાત પ્રદેશ ના પ્રમુખ છે. સરકાર માં પણ અવારનવાર રજુઆત કરી સહુ ગુજરાત ની જનતા ને કૈલાશ ધામ ના દર્શન થાય તેથી કરમુક્તિ અભિયાન માં સક્રિય રહ્યા છે. સહકારભારતી ના પાટણ જિલ્લા મહિલા અધ્યક્ષા અને ભૂદેવ સમિતિના રાજકોટ ના અધ્યક્ષ, પ્રોગ્રામ ઓફિસર સહકાર ભારતી ડૉ કુંજલ ને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર, એન એસ એસ, સાંસ્કૃતિક પ્રોગ્રામ ઓફિસર ને પ્રમુખ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ના ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા ડૉ કુંજલ ને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here