Home ગુજરાત ભારે કરી.. હવે શું..? જામનગરના નાના થાવરીયા ગામમાં સરપંચનો સ્થાનિક ઉમેદવાર જ...

ભારે કરી.. હવે શું..? જામનગરના નાના થાવરીયા ગામમાં સરપંચનો સ્થાનિક ઉમેદવાર જ કોઈ નહિ..!!

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત રાજ્યમાં 10હજારથી વધુ ગ્રામ પંચાયતની ચુંટણી આવી રહી છે ત્યારે 19 ડિસેમ્બર, 2021ન સરપંચ નો સંગ્રામ થવાનો છે. ત્યારે જામનગરન નાના થાવરીયા ગામે સ્થાનિક સમસ્યાઓ ઉપરાંત આખા ગામમાંથી કોઈ સરપંચ માટે ઉમેદવાર જ નથી. જે ચૂંટણી પહેલા જ એક મોટી સમસ્યા ઉભી થઇ છે.

- Advertisement -

સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે આ સરપંચ ના સંગ્રામમાં જામનગર તાલુકાનું નાના થાવરીયા ગામ કે જે આ વર્ષે આદિવાસી સીટ માટે અનામત છે. જ્યાં કોઈપણ આદિવાસી સમાજની વસ્તી નથી. જેથી સરપંચ માટે કોઇ ઉમેદવાર જ નથી.

જામનગર જિલ્લા અને તાલુકામાં આવેલા નાના થાવરીયા ગામમાં આ વર્ષે કુલ 8 વોર્ડ માં ચૂંટણી થવાની છે. જેમાં 2011ની વસ્તીગણતરી મુજબ 819 લોકોની વસ્તી છે. જેમાં 419 પુરુષ અને 400 મહિલાઓનો સમાવેશ થાય છે. ત્યારે આદિજાતિના 45 લોકો હતા. 24 પુરુષો ને 21સ્ત્રી હતી. પરંતુ હાલ કોઈ જ આદિજાતીના લોકો વસવાટ કરી રહ્યા નથી.

જામનગર તાલુકાના નાના થાવરીયા ગામના મતદારોની વાત કરવામાં આવે તો અંદાજીત 635 જેટલા મતદારો છે. હાલ નાના થાવરીયામાં પટેલ સમાજ, રાજપૂત સમાજ અને દલિત સમાજના લોકો વસવાટ કરે છે. ત્યારે હાલ કોઈ આદિજાતિની વસ્તી જ ગામમાં વસવાટ નથી કરતી ત્યારે નાના થાવરીયા ગામમાં ગટર, વાડી-ખેતરોના રસ્તા, પાણી સહિતની સ્થાનિક સમસ્યાઓ સાથે સરપંચના ઉમેદવારનો પેચીદો પ્રશ્ન પણ ઉભો છે. ત્યારે ગામમાં સરપંચ માટે સ્થાનિક ઉમેદવાર જ નથી. તો 5 વર્ષ માટે ગામનો વિકાસ કેમ થશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here