Home ગુજરાત જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના તબીબો ફરી હડતાળ પર, આવી છે માંગણીઓ..

જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના તબીબો ફરી હડતાળ પર, આવી છે માંગણીઓ..

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત રાજ્યની બીજા ક્રમની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ના જુનિયર તબીબો અને પોતાની પડતર માંગણીઓને લઇને સરકાર દ્વારા કોઇ ઉકેલ ન લવાતા જામનગરમાં જુનિયર તબીબો ફરી હડતાલ પર ઉતર્યા છે .

- Advertisement -

સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ જુનિયર તબીબો આજે હડતાલ ઉપર ઉતર્યા છે. NEET અને પી.જી.ના પ્રશ્ને પડી રહેલ હાલાકીને લઇને 150 થી 200 જેટલા જુનિયર તબીબો આજે સવારથી હડતાળ પર ઉતર્યા છે.

જુનિયર તબીબો ની હડતાલ ને લઈને સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ માં રોજિંદી ઓપીડી અને ઓપરેશન થિયેટરમાં તબીબો કામગીરીથી અળગા રહ્યા છે માત્ર ઇમર્જન્સી સર્વિસ જ ચાલુ છે જેને લઇને દર્દીઓને પણ હાલાકી વેઠવી પડી રહી છે.

એમ.પી.શાહ મેડીકલ કેમ્પસ ખાતે આજે સવારથી જ જુદા જુદા પ્લેકાર્ડ સાથે પોતાની માગણીઓ ને લઈને તબીબોએ સરકારને તાત્કાલિક નિરાકરણ લાવવા અલ્ટીમેટમ આપ્યું છે. જો આવનારા સમયમાં તેમની માગણીઓ નહીં સંતોષાય તો વધુ જલદ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. ત્યારે તબીબોની માગણી સંતોષાય છે કે શું ? તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here