Home બ્રેકીંગ ન્યુઝ જામનગરની જીવાદોરી સમાન ગણાતો રણજીત સાગર ડેમ પ્રદુષિત..!!!?

જામનગરની જીવાદોરી સમાન ગણાતો રણજીત સાગર ડેમ પ્રદુષિત..!!!?

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : 

જામનગર ની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ પ્રદૂષિત થતો હોય તેવું સામે આવી રહ્યું છે. રાજાશાહી વખતના રણજીતસાગર ડેમ માં કિનારે પાણીનો રંગ પણ પ્રદુષિત વહેલી સવારે જોવા મળ્યો હતો. અધૂરામાં પૂરું આ પાણીમાં માછલીનો મૃતદેહ પણ દેખાતા આશ્ચર્ય સાથે ચિંતા ના વાદળો ઘેરાયા છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા હસ્તક આવેલ જામનગર ની જીવાદોરી સમાન ગણાતા રાજાશાહી વખતના રણજીતસાગર ડેમમાં આજે વહેલી સવારે કિનારા આસપાસ કાળા રંગનું પાણી જોવા મળ્યું હતું. જેથી કરી ડેમમાં કેમિકલયુક્ત પાણી છોડાય છે કે શું? તે પણ એક તપાસનો વિષય છે તો બીજી તરફ આ પાણીમાં માછલીનો મૃતદેહ મળ્યો હતો.

જો કિનારે આ પ્રકારની પરિસ્થિતિ હોય તો ડેમમાં અન્ય જગ્યાએ પાણી પ્રદૂષિત કરે છે કે કેમ ? તે પણ એક તપાસનો વિષય છે. કારણકે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા આ ડેમમાંથી ગ્રેજ્યુટી મારફતે પાઉચ ખાતે પાણીના વિતરણ કરવામાં આવે છે. જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ સીધી જ બાબત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here