Home ગુજરાત જામનગરમાં ભાજપના સ્નેહમિલન માં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હકડેઠઠ મેદનીને સંબોધતા શાનમાં...

જામનગરમાં ભાજપના સ્નેહમિલન માં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હકડેઠઠ મેદનીને સંબોધતા શાનમાં ઘણુંબધું કહી દીધું

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : 

જામનગરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ઓશવાળ સેન્ટર ખાતે ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.

- Advertisement -

આ સમારોહ પૂર્વે ટાઉનહોલ થી ઓશવાળ સેન્ટર સુધી રોડ શો યોજાયો હતો. 1કી.મી. બાઈક રેલીમાં ખુલ્લી જીપમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સ્નેહમિલનમાં પહોંચ્યા હતા.

જામનગરના ઓશવાળ સેન્ટરમાં જિલ્લા-શહેર ભાજપનું સ્નેહમિલન દરમ્યાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ નું અદકેરું સન્માન કરાયું હતું અને આ વેળાએ પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરનું ચૂંટાયેલા અપમાન કરે તે કોઇકાળે સહન ન કરી શકાય.

સીઆર પાટીલે જામનગરમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો વચ્ચે ના સંકલનમાં ઘણું બધું શાનમાં કહી કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો ભર્યો છે. ભાજપના કાર્યકરો ને સચિવાલયમાં ચા-પાણી અને જમાંડવાનું પણ ચૂંટાયેલા મંત્રીઓએ કરવું પડશે. અને માર્મિક ટકોર કરતા કહ્યું હતું કે મંત્રીઓ નવી કેડર ઉભી કરવા બદલાય છે.

જામનગરના ઓશવાળ સેન્ટર માં પ્રદેશ ભાજપ અધ્યક્ષ એ કહ્યું કે ભાજપમાં મનામણા-રિસમણા ની પ્રથા નથી. તેમ કહી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભાજપની પેઇઝ કમિટીનો પરચો કોંગ્રેસને ખબર છે. કોંગ્રેસ માં ઇન મીન ને ટીન છે એમાં પેઇઝ કમિટી ના બને તેમ કહી સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસને ટોણો પણ માર્યો હતો.

2014 અને 19માં મોદી સરકારે કોંગ્રેસને બસમાં બેસાડી દીધી છે. અને એ પણ પંચર થઈ ગઇ છે. ડિસેમ્બર 2022માં અશ્વ ફરી આવવાનો છે તેમ કહી સી.આર પાટીલે ગુજરાતમાં ચૂંટણી પૂર્વે ભાજપના કાર્યકર્તાઓ માં સોંપ્યું હતું પેઇઝ સમિતિને પેઇઝ ને જ જીતાડવા અપીલ કરી કહ્યું હતું કે, દરેક બુથમાં 150 સભ્યો કરવા છે.

જામનગરને વેકસીન ની જેમ દરેકમાં પહેલા રહેવાની આદત પાડવા સીઆર પાટીલે ખાસ હળવી શૈલીમાં ટકોર કરી હતી. અને કહ્યું હતું કે , ભાજપનો કાર્યકર્તા જીતવા નિકળ્યો છે અને જીતીને બતાવીશું.

જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે શહેર અને જિલ્લા ભાજપના કાર્યકરોને સ્નેહમિલન માં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સંબોધન કરી વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર લોકોને સન્માનિત પણ કર્યા હતા.

જામનગરમાં શહેર અને જિલ્લા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ કૃષિપ્રધાન રાઘવજી પટેલ, મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ પૂનમબેન માડમ, ગુજરાત પ્રદેશ ભાજપ ના જોન પ્રભારી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના પ્રભારી વંદનાબેન મકવાણા, જયંતીભાઈ કવાડિયા, અભયસિંહ ચૌહાણ, ધારાસભ્ય હકુભા જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના આ સ્નેહમિલન માટે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા ની આગેવાનીમાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઊઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here