Home સૌરાષ્ટ્ર-કચ્છ જ્યાં ત્રણ માળિયામાં પોલીસ ત્રાટકી, તો મહિલાઓ રમતી હતી જુગાર, અને પછી...

જ્યાં ત્રણ માળિયામાં પોલીસ ત્રાટકી, તો મહિલાઓ રમતી હતી જુગાર, અને પછી શું થયું જાણો…

0
Symbolic

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરમાં પોલીસ જ્યારે પહોંચી ત્યાં તો મહિલા સંચાલિત જુગારધામમાં  ચારેય મહિલાઓ ગંજીપત્તે રમતી હતી. વાત છે, જામનગરના મચ્છર નગરમાં આશાપુરા માતાજીના મંદિર બાજુમાં આવેલ ત્રણ માળીયા બિલ્ડીંગની કે જયાં જુગારધામ પર પોલીસે દરોડો પડ્યો હતો. આ દરોડા દરમ્યાન પતે રમતી ચારેય મહિલાઓને પોલીસે ઝડપી લીધી હતી પરંતુ નાલ ઉઘરાવી જુગાર રમાડતી મહિલા નાશી છૂટી હતી.

- Advertisement -

આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર જામનગરના મચ્છર નગર, આશાપુરા માતાજીના મંદિર પાસે આવેલ ત્રણમાળીયા બિલ્ડીંગના બ્લોક નંબર- 23ના રમ નંબર-269માં તા.22 જૂન,2019ના શનિવારે રાત્રે 9:40વાગ્યા આસપાસ સીટી બી ડિવિઝન પોલીસે કૌશલ્યાબા અજીતસિંહ રાઠોડના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમ્યાન મીનબા બહાદુરસિંહ જાડેજા, ભાવનાબેન રતિલાલ ચાંદેલા ઉર્ફે ઈન્દુબેન, હીનાબેન મનસુખભાઈ વાજા અને સંજનાબા વિક્રમસિંહ સોઢાને ગંજીપતા રમતા પટ્ટમાંથી રૂપિયા10,200 રોકડાની નાલના નાણાં ઝડપાયા હતા. આ દરોડામાં ચારેય જુગારમાં મશગુલ મહિલાઓ પોલીસને હાથ લાગી હતી. જ્યારે આ મકાનમાં જુગારધામ ચલાવનાર કૌશલ્યાબા અજીતસિંહ રાઠોડ ભાગી છૂટ્યા હતા.

આ જુગરધામમાં દરોડા દરમ્યાન ઝડપાયેલા રૂપિયા10,200ની રોકડ સાથે ચારેય જુગાર રમતી મહિલાઓને ઝડપી, ફરાર સંચાલક સામે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here