Home બ્રેકીંગ ન્યુઝ શ્રીમા શારદાદેવી મહિલા ક્રેડિટ કો – ઓપરેટિવ સોસાયટી લિ. ની વાર્ષિક સાધારણ...

શ્રીમા શારદાદેવી મહિલા ક્રેડિટ કો – ઓપરેટિવ સોસાયટી લિ. ની વાર્ષિક સાધારણ સભા સંપન્ન

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

શ્રીમા શારદાદેવી મહિલા ક્રેડીટ કૉ.ઓપરેટિવ સોસાયટી લિ. જામનગરની વાર્ષિક સાધારણ સભા તારીખ ૧૦/૦૯/૨૦૨૧ , શુક્રવાર ના રોજ સરદારપટેલ સેવા સમાજ , ૬૪ દિગ્વિજય પ્લોટ , સરદાર નગર , જામનગર ખાતે યોજવામાં આવી હતી.

- Advertisement -

ભારતીય પરંપરા મુજબ કાર્યની શરૂઆત ગણેશ સ્તુતિથી કરવામાં આવી હતી. તેમજ આ વર્ષના દિવંગત સભાસદોને બે મિનીટ મૌન પાળી શ્રધાંજલિ અર્પણ કરી ત્યારબાદ મહેમાનો અને હોદેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોસાયટીના ડિરેક્ટર શોભનાબેન કિશોરભાઈ સંધાણી એ મહેમાનોનું શબ્દપુષ્પ દ્વારા સ્વાગત કર્યું હતું . ત્યારબાદ વાઈસ ચેરપર્સન ભાવનાબેન પ્રફુલભાઈ પ્રાગડાએ સભાના એજન્ડા રજુ કર્યા હતા. તેને સમગ્ર સભાને બહાલી આપી હતી.

ડિરેક્ટર રમાબેન શ્રીકાન્તભાઈ ચાંગાણી એ સોસાયટીના વાર્ષિક પ્રગતી અહેવાલ રજુ કર્યા હતા. ડિરેક્ટર વિપુલાબેન રશ્મીકાન્તભાઈ વિરાણીએ સોસાયટીની કામગીરી અને ભવિષ્યની યોજનાઓ અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ મેનેજીંગ ડિરેકટર  નીતાબેન મુકેશભાઈ કાછડિયા દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી. આ વાર્ષિક સાધારણ સભાનું સંચાલન હીનાબેન કમલભાઈ ટંકારીયા એ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here