Home ગુજરાત અસરદાર સરદારધામ કે શું? નવા CM ભુપેન્દ્ર પટેલ નો આવો છે બાયોડેટા

અસરદાર સરદારધામ કે શું? નવા CM ભુપેન્દ્ર પટેલ નો આવો છે બાયોડેટા

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર :

અસરદાર રહેશે સરદારધામ આ કહેવું જરા પણ ખોટું નથી. કારણકે ગુજરાતના રાજકારણમાં સર્જાયેલી ઉથલપાથલ બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ના નામની મહોર લાગી છે. તે ભુપેન્દ્ર પટેલ ખુબજ ખંતીલા અને પાટીદાર સમાજના ધીર ગંભીર નેતા છે. અને વધુમાં તેઓ સરદારધામ ના ટ્રસ્ટી પણ છે.

- Advertisement -

ગુજરાત એટલે પાટીદારોનો ગઢ છે ત્યારે ૧૧ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર ધામ નું લોકાર્પણ કર્યું અને બીજા ફેસનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મિચ્છામી દુકડમ પણ કર્યા હતા અને સરદાર ધામ ની પ્રવૃત્તિ ને સરાહી હતી. તેમજ પાટીદારોની કુનેહને ગુજરાત અને દેશ ઉપરાંત વિદેશમાં પણ લોકો વખાણે છે તેમ કહી પ્રશંસા કરી હતી . આ સરદારધામ ના ઉદઘાટન અને ખાતમુરત પ્રસંગે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ હાજર હતા અને આ સરદારધામ ના ઉદઘાટન કાર્યક્રમ બાદ વિજય રૂપાણી રાજ્યપાલને પોતાનું રાજીનામું આપે છે. અને બીજા જ દિવસે સરદારધામ ના ટ્રસ્ટી અને સૌપ્રથમ 2017માં ચૂંટાયેલા આનંદીબેન પટેલના અનુગામી ગણાતા ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારના સૌથી વધુ મતે રાજ્યમાં ચૂંટાઈને ધારાસભ્ય બનેલા ભુપેન્દ્ર પટેલ ના નામની પસંદગી સૂચક છે.

નવા CM ભુપેન્દ્ર પટેલની કારકીર્દી: પટેલ ભુપેન્દ્રભાઇ રજનીકાંતભાઈ નો જન્મ અમદાવાદમાં 15 જુલાઈ, 1962માં થયો છે. તેઓના પત્ની હેતલ બેન સાથે અમદાવાદ માં  ૧, આર્યમાન રેસિડેન્સી, શીલજ – કલ્હાર રોડ, શીલજ, અમદાવાદ ખાતે રહે છે. તેઓ નો એક પુત્ર અનુજ પણ છે. ભુપેન્દ્ર પટેલ ડિપ્લોમા સિવિલ એન્જીનીયર છે. અને હાલ બિલ્ડર પણ છે. અને  ભારતીય જનતા પાર્ટીમાં  અમદાવાદ ના ઘાટલોડિયા વિસ્તાર થી ધારાસભ્ય બન્યા છે. 2017માં તેઓ સૌથી વધુ મતે વિજેતા થયા હતા. અને દાદા ભગવાનના અનુયાયી પણ છે. ભુપેન્દ્ર પટેલ કે, જેઓને દાદા તરીકે લોકો ઓળખે છે. તેઓ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના ટ્રસ્ટી પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here