Home ગુજરાત ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિધાયક દળમાં પ્રસ્તાવ મુકાયો

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિધાયક દળમાં પ્રસ્તાવ મુકાયો

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર :

ગુજરાતમાં રાજકારણમાં ભૂકંપ આવ્યા બાદ નવા મુખ્યમંત્રી તરીકે વિધાયક દળની બેઠકમાં કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલ ના નામનો પ્રસ્તાવ મૂકતાં સમગ્ર વિધાયક દળે આ વાતને વધાવી લીધી હતી અને ઘાટલોડીયા ના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે.

- Advertisement -

ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ પાટીદાર ચહેરો છે અને તેઓ નિષ્પક્ષ અને નિર્વિવાદ હોવાનું મનાય છે. ભુપેન્દ્ર પટેલ અગાઉ મહાનગરપાલિકા થી લઈને ધારાસભ્ય સુધી પહોંચ્યા છે. દાદા ના નામથી ભાજપ પક્ષમાં જાણીતા ભુપેન્દ્ર પટેલ નું નામ આવતાં ભાજપે ફરી કોથળામાંથી બિલાડું કાઢયું તે પ્રકારનું નવું જ નામ આપી સસ્પેન્સ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

ભુપેન્દ્ર પટેલ આનંદીબેન પટેલના ગઢ ગણાતા ઘાટલોડિયા વિસ્તારમાં થી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને આનંદીબેનના ખૂબ નજીક માનવામાં આવી રહ્યા છે. તેવા સમયે ફરી ભાજપ દ્વારા ભુપેન્દ્ર પટેલ ને 17 માં મુખ્યમંત્રી તરીકે પસંદગી કરી જાહેરાત કરી છે. 1987થી ભાજપમાં ભુપેન્દ્ર પટેલ સક્રિય છે. તેઓ અગાઉ ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે. ઘાટલોડિયા થી સૌથી વધુ 1.17 લાખ મતોની લીડ સાથે 2017માં ચૂંટાયેલા હતા. ભુપેન્દ્ર પટેલ અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન પણ રહી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here