Home Video 15 ઓગસ્ટ પૂર્વે બજરંગદળની મશાલ રેલીએ જામનગરમાં જબરું આકર્ષણ જગાવ્યું

15 ઓગસ્ટ પૂર્વે બજરંગદળની મશાલ રેલીએ જામનગરમાં જબરું આકર્ષણ જગાવ્યું

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરમાં 15 ઓગસ્ટ પૂર્વે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની નીકળેલી મશાલ યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. જય શ્રી રામ અને દેશભક્તિના નારાઓ સાથે અખંડ ભારત ની પરિકલ્પના કરતી મશાલ યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી જેમાં મોટી સંખ્યામાં જામનગર જિલ્લામાંથી યુવાનો અને ધર્મપ્રેમીઓ જોડાયા હતા.

- Advertisement -

છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલા બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ 14 ઓગસ્ટના રોજ અખંડ ભારત ની પરિકલ્પના સાથે વિશાળ મશાલ યાત્રા નીકળી હતી. જે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ બેડી ગેઇટ ખાતે સંપન્ન થઇ હતી. આ મશાલ યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારોમાં અગ્રણીઓ અને મહાનુભાવો દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે યોજાયેલી મશાલ યાત્રામાં જામનગર જિલ્લાના પ્રખંડ કક્ષાથી મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકરો મશાલ સાથે જોડાયા હતા. અને જયશ્રીરામ તેમજ દેશભક્તિના નારાઓ ગૂંજી ઉઠયા હતા. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ 14મી ઓગસ્ટે શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવ નજીકના 58 વર્ષથી જ્યાં રામનામની અખંડ ધૂન ચાલે છે તેવા શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતેથી આ મશાલ યાત્રાનું પ્રસ્થાન પંચમુખી હનુમાનજી મંદિરના મહંત પૂ. અખિલેશ્વરાનંદજી, શ્રીબાલા હનુમાન મંદિર ના ટ્રસ્ટી વિનુભાઈ તન્ના, રવિન્દ્રભાઈ જોશી, પુજારી , શ્રેષ્ઠીઓ કૈલાશભાઈ રામોલિયા, સુનિલભાઈ પટેલ, ભરતભાઇ ડાંગરીયા, દિનેશભાઇ નારીયા, કિરણભાઈ વિશાવડિયા, સવજીભાઈ ચોવટિયા, ભાણજીભાઈ પાંભર, જ્યેન્દ્રભાઈ મુંગરા, પ્રફુલભાઈ પ્રાગડા, વાલ્મિકી સમાજના અગ્રણી વિજયભાઈ બાબરીયા અને હરીશભાઈ મકવાણા દ્વારા કરાવાયું હતું. આ ઉપરાંત કડિયા જ્ઞાતિના પ્રમુખ નવિનભાઇ લાખાણીએ પણ ખાસ સહયોગ આપ્યો હતો.

બાલા હનુમાન મંદિર તળાવ ની પાળ ખાતેથી નીકળેલી મશાલ યાત્રા હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક રોડ, ચાંદી બજાર, સજુબા સ્કૂલ, બેડી ગેટ સ્વામિનારાયણ મંદિર પાસે પહોંચી સંપન્ન થઈ હતી. આ મશાલ યાત્રાનું ઠેર-ઠેર અગ્રણી, વેપારીઓ અને બહેનો દ્વારા સ્વાગત માટે પણ ખાસ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જેમાં હવાઈ ચોક ખાતે શ્રીજી ગ્રુપના ધનસુખભાઈ કનખરા, વિમલભાઈ કનખરા, રાજુભાઈ કનખરા, યોગેશભાઈ કનખરા અને કમલેશભાઈ જોઇસર ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ મહિલા વિભાગ અને દુર્ગાવાહિનીના બહેનો દ્વારા પુષ્પવૃષ્ટિ કરી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત સેન્ટ્રલ બેન્ક પાસે શીખંડ સમ્રાટના અજયભાઈ ચોંટાઈ અને તેના પરિવાર દ્વારા ખાસ સ્વાગત કરાયું હતું. આ રેલી દરમ્યાન ખાસ નારણપરથી ભાનુશાલી સમાજના અગ્રણી નવીનભાઈ નંદા અને તેની ટીમ પણ ઉપસ્થિત રહી હતી.આ ઉપરાંત ચાંદી બજાર, સજુબા ગર્લસ હાઈસ્કૂલ અને સ્વામિનારાયણ મંદિર ઉપરાંત કડીયાવાડ વિસ્તારમાં કોર્પોરેટર શારદાબેન વિંઝુડા, પ્રવિણાબેન રૂપડિયા, હર્ષાબેન રાવલ,ક્રિષ્નાબેન, મયુરીબેન,રેખાબેન લાખાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

જામનગરમાં મશાલ યાત્રામાં ખાસ બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, માતૃશક્તિ મહિલા વિભાગના પ્રાંત સહ સંયોજીકા નિમિષાબેન ત્રિવેદી, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, શહેર મંત્રી સુબ્રમણ્યમભાઈ પિલ્લે, સહ મંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, ધર્મેશભાઈ ગોંડલીયા, વિશાલભાઈ ખખ્ખર, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના પ્રચાર-પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, સહ સંયોજક વિજયભાઈ અગ્રાવત, સમરસતા વિભાગના જીવરાજભાઈ કબીરા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, સેવા વિભાગના સંયોજક પ્રફુલભાઈ ચૌહાણ, સત્સંગ વિભાગના સંયોજક ગોવિંદભાઈ પરમાર, માતૃશક્તિ મહિલા વિભાગના સહ સંયોજીકા હીનાબેન અગ્રાવત, દુર્ગાવાહિની ના સંયોજીકા કૃપાબેન લાલ સહિતના હોદ્દોદારોની રાહબરી હેઠળ બજરંગ દળ જામનગર જિલ્લા સંયોજક પ્રિતમસિંહ વાળા અને બજરંગ દળના સહ સંયોજક વિશાલભાઈ હરવરાના નેજા હેઠળ સંપન્ન થઈ હતી.

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત અખંડ ભારત સંકલ્પ દિવસ ની ઉજવણી પ્રસંગે આયોજિત મશાલ યાત્રા કડિયા જ્ઞાતિની વાડી ખાતે સ્વામિનારાયણ મંદિરના મહંત ચત્રભુજ સ્વામી ના આશીર્વાદ સાથે સંપન્ન થઇ હતી આ પ્રસંગે ઉપસ્થિત તમામ હિંદુ ધર્મ પ્રેમી કાર્યકરોએ અખંડ ભારતના નિર્માણ માટે સંકલ્પ પણ લીધા હતા.

જામનગરમાં નીકળેલી વિશ્વ હિંદુ બજરંગ દળ ની મસાલ યાત્રા ની વિડીયો ઝલક જુઓ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here