Home ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદની જૂનાગઢના ભારતી આશ્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠક

વિશ્વ હિન્દુ પરિષદની જૂનાગઢના ભારતી આશ્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠક

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ:

સૌરાષ્ટ્રમાં સંત, સુરા અને ભક્તોની ભૂમિ જૂનાગઢ ખાતે વિશ્વ હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય પ્રાંત બેઠક મળી હતી.

- Advertisement -

વિશ્વમાં હિંદુત્વ માટે ચિંતા કરતા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ની પ્રાંત બેઠક જૂનાગઢના ગિરનારની ગોદમાં આવેલા વિશ્વંભર ભારતી આશ્રમ ખાતે 31 જુલાઈ,2021 શનિવાર અને 1 ઓગસ્ટ,2021ના રવિવારે બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદની આ પ્રાંત બેઠકમાં કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્રજી જૈન, ક્ષેત્રીય અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, ક્ષેત્રીય મંત્રી અશોકભાઈ રાવલ, ઉપાધ્યક્ષ ક્રિશ્નાજી અગ્રવાલ, પ્રાંત અધ્યક્ષ હરિભાઈ ડોડીયા, પ્રાંત મંત્રી ભૂપતભાઈ ગોવાણી સહિત ના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

વિશ્વ હિન્દુ પરિષદની આ પ્રાંત બેઠકમાં કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્રજી, ક્ષેત્રીય અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, ક્ષેત્રીય મંત્રી અશોકભાઈ રાવલ, ઉપાધ્યક્ષ ક્રિશ્નાજી અગ્રવાલ, પ્રાંત અધ્યક્ષ હરિભાઈ ડોડીયા, પ્રાંત મંત્રી ભૂપતભાઈ ગોવાણી સહિત ના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં રવિવારે ઉદ્ઘાટન સત્ર માં પૂ. વિશ્વંભર ભારતી આશ્રમના મહામંડલેશ્વર ભારતી બાપુના વર્તમાન અનુગામી મહાદેવ ભારતી બાપુ એ ઉપસ્થિત કાર્યકર્તાઓને હિન્દુત્વ માટે તન-મન-ધન થી કાર્ય કરવા આહવાન કરી આશીર્વચન આપ્યા હતા.

જૂનાગઢ ખાતે મળેલી બેઠકમાં સૌરાષ્ટ્ર ભરમાંથી વિશ્વ હિન્દુ પરિષદ અને તેના વિવિધ આયામો ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here