Home સૌરાષ્ટ્ર-કચ્છ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી.હોસ્પિટલમાં બોમ્બ મૂકાયાના સમાચારને પગલે દોડધામ મચી ગઈ,...

સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી.હોસ્પિટલમાં બોમ્બ મૂકાયાના સમાચારને પગલે દોડધામ મચી ગઈ, અંતે એસપીએ ખુલાસો કર્યો

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતની બીજા ક્રમની જામનગરની જી.જી.હોસ્પિટલ ને 30 જુલાઈ,2021ના રોજ શુક્રવારે બપોરે બોબ્બથી ઉડાવી દેવાની ધમકીથી અફડાતફડી મચી ગઈ હતી અને તાત્કાલિક હોસ્પિટલ ખાતે બોમ્બ ડિસ્પોઝલસ્કવોડ, કોગ સ્કવોડ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડયો હતો. બાદમાં સમય સૂચકતા ચકાસી આ સમગ્ર ઘટનાને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગરની જી. જી. હોસ્પિટલમાં કોઈએ બોમ્બ મૂકી આખી હોસ્પિટલ ઉડાવી દેવાનો કારસો રચ્યાની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમને કરાયા પછી ગઈકાલે દોડી ગયેલી એસઓજી-એલસીબી, બીડીડીએસ તથા કયુઆરટીની ટૂકડીએ તાત્કાલિક શરુ કરેલી કામગીરીમાં પાર્કિંગમાં એક બાઈકમાં મૂકાયેલો બોમ્બ શોધી કાઢી નિષ્કિરિય કર્યો હતો. તે પછી એસપીએ આ કાર્યવાહી મોકડ્રીલનો ભાગ હોવાનું જાહેર કર્યું હતું.

જામનગરના પોલીસ કન્ટ્રોલ રૂમમાં શુક્રવારે બપોરે બારેક વાગ્યે એક અજાણ્યા વ્યક્તિ એ ફોન કરી તેમાં જણાવ્યું હતું કે, સમગ્ર જી. જી. હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું છે. અને તે માટે જી. જી. હોસ્પિટલમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા છે. જેથી તાત્કાલિક  જિલ્લા પોલીસવડા દીપન ભદ્રનને વાકેફ કરાયા પછી તેઓની સૂચનાથી જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક ગુન્હાશોધક શાખાને એલર્ટ કરવામાં આવ્યા હતા. એ.એસ.પી નિતેષ પાંડેયના વડપણ હેઠળ એસઓજી-એલસીબીના પી.આઈ એસ. એસ. નિનામાં તેમજ બોમ્બ ડિસ્પોઝલસ્કવોડ, ડોગ સ્કવોડ તથા ક્વિક રિસ્પોન્સ સેલની ટૂકડીઓ ગણતરીની મિનિટોમાં જી જી હોસ્પિટલમાં ધસી ગઈ હતી.

બીડીડીએસ તેમજ એસઓજીની ટ્કડીએ હોસ્પિટલમાં કઈ જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યો છે તે શોધી કાઢવા માટે હાથ ધરેલ કવાયત દરમ્યાન હોસ્પિટલના પાર્કિંગમાં રાખવામાં આવેલા એક મોટર સાયકલમાંથી બોમ્બ શોધી કાઢયો હતો. જેને બીડીડીએસની ટૂકડીએ નિષ્ક્રિય કર્યા પછી બીજા કોઈ સ્થળે બોમ્બ છે કે, નહીં તેની ચકાસણી હાથ ધરી હતી.

આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન જિલ્લા પોલીસવડા દીપન ભદ્રને આ તમામ કાર્યવાહી મોકડ્રીલ અંતર્ગત કરવામાં આવી હોવાનો ખુલાસો કરતાં સૌ એ રાહતનો દમ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here