Home સૌરાષ્ટ્ર-કચ્છ કાલાવડની સદગુરૂ વંદના શૈક્ષણિક સ્કૂલનું ધોરણ-12નું 100% પરિણામ

કાલાવડની સદગુરૂ વંદના શૈક્ષણિક સ્કૂલનું ધોરણ-12નું 100% પરિણામ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, કાલાવડ:

ગુજરાત શિક્ષણ વિભાગ GSEB દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2021 માટે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. કાલાવડ તાલુકાના નવાગામ ખાતે આવેલી શ્રી સદગુરૂ વંદના શૈક્ષણિક સંકુલનું ધોરણ 12 નું 100 % પરીણામ સાથે શાળાનું ગૌરવ વધારેલ છે.

- Advertisement -

ધોરણ 12 કોમર્સ માં પ્રથમ નંબર બગથરીયા ખુશી આર. 95.46 PR, બીજો નંબર મલેક રીયા એસ. 95.25 PR, ત્રીજો નંબર સાફિયા બી. 90.70 PR, ચોથો નંબર હાલાણી અમન એસ. 86.13 PR સાથે આર્ટસ ની વાત કરવામાં આવે તો પ્રથમ નંબર ગાધે કિંજલ બી. 93.03 PR, બીજો નંબર ચૌહાણ શિવાનીબા જે. 90 PR, ત્રીજો નંબર વસુનિયા ભીનું બી. 83.19 PR, ચોથો નંબર ચૌહાણ દિવ્યાબા વી. 79.30 PR સાથે જવલંત સફળતા પ્રાપ્ત કરી છે.વધુમાં અમારા યુવા પ્રેસ પ્રતિનિધિ હર્ષલ ખંધેડિયા એ સાથે ટેલિફોનીક વાતચીતમાં સંસ્થાના સંચાલક રસીલાબેન ગૌસ્વામીએ જણાવેલ કે વર્તમાન સમયમાં કન્યા કેળવણીને ઉતેજન એ આજના સમયની તાતી જરૂરિયાત છે.અને સાથો સાથ વિદ્યાર્થીઓનો શિક્ષણ સાથે વ્યકિતત્વવિકાસ, નેતૃત્વ તાલીમ શુશુપ્ત શકિતઓની ઓળખ અને નિડળ બને અને ભવિષ્યમાં આવનાર તમામ પડકારોનો નીડતાપુર્વક સામનો કરી શકે તેવા ગૌરવશાળી શિક્ષણ પ્રાપ્ત કરે એવું લક્ષ્ય હોવું જોઈએ.

આ તકે પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને શાળા સંચાલક રસીલાબેન ગોસ્વામી, તનસુખ વન ગોસ્વામી તેમજ મનદિપ તમામ વિદ્યાર્થી મિત્રને શુભેચ્છા પાઠવેલ અને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી એવા સંત હંસદેવ ગીરી બાપુ (રાષ્ટ્રીય શિવ કથાકાર) શુભ આશીષ પાઠવેલ તેમજ સમગ્ર શિક્ષણગણને પણ શુભેચ્છા આપી હતી. તથા નવાગામના યુવા પ્રેસ પ્રતિનિધિ હર્ષલ ખંધેડિયાએ સમગ્ર વિદ્યાર્થીઓ તથા શાળા પરીવાર શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here