Home બ્રેકીંગ ન્યુઝ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સતત બીજા દિવસે આગ લાગી

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સતત બીજા દિવસે આગ લાગી

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરના પ્રદર્શન મેદાનમાં લાકડાના જથ્થામાં આગ લાગવાની ઘટના બની હતી સવાર સવારમાં એક પ્રદર્શન મેદાનમાં ક્રિકેટ રમી રહેલા ક્રિકેટ પ્રેમીઓને આગના કારણે આકાશમાં ઘૂમાડા દેખાતા જ આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો સતત બીજા દિવસે પણ પ્રદર્શન મેદાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડ્યું હતું.

- Advertisement -

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં લાકડાના જથ્થામાં સવારે આગ લાગી હતી. તાજેતરમાં જ ભારે પવન સાથે જામનગર શહેરમાં વરસાદ આવ્યો હતો અને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. આ વૃક્ષોનો કાટમાળ સાત રસ્તા નજીક આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો આ લાકડાના જથ્થામાં ગઇકાલે પણ સાંજે એકાએક આગ લાગી હતી અને બીજા દિવસે સવારે પણ આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. કોઈ ટીખળખોરો એ આ આગ લગાવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સવારે આગ લાગવાની ઘટનાથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here