Home બ્રેકીંગ ન્યુઝ ભાવનગરના જેસરમાં નકલી કોરાઝોન વેચાણ થતું હોવાથી કંપનીના દરોડા, સ્થાનિક ખેતીવાડી વિભાગના...

ભાવનગરના જેસરમાં નકલી કોરાઝોન વેચાણ થતું હોવાથી કંપનીના દરોડા, સ્થાનિક ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ દોડ્યા..

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ભાવનગર:

સૌરાષ્ટ્રના ભાવનગરના જેસરમાં નકલી કોરાજન નામની જંતુનાશક મોંઘીદાટ દવા વેચાણ થઇ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદને પગલે  કંપની દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું.  આવા નકલી બિયારણ અને દવાઓ ઝડપવાની જવાબદારી છે તેવા સ્થાનિક જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના અધિકારી પણ આ સમગ્ર ઘટનાની જાણ થતાં એક્શન માં આવ્યા હતા અને તાત્કાલિક સ્ટાફને મોકલી કાયદેસરની કાર્યવાહી કરાવી હતી.

- Advertisement -

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં હાલ ચેકિંગ હાથ ધરાયું છે. જ્યારે ભાવનગર જિલ્લાના જેસરમાં આવેલી એક એગ્રો ની દુકાનમાં નાની-મોટી 64 બોટલ મોંઘીદાટ પાક માં નાખવાની જંતુનાશક દવાઓની ડુપ્લીકેટ બોટલો ઝડપાઈ છે.

ભાવનગરના જેસર ગામે આવેલી કિસાન એગ્રો કેમિકલ્સ નામની દુકાનમાં ટ્રુ બડી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડના ભારતી શર્મા અને તેમની ટીમ પહોંચી હતી અને આ એગ્રો સેન્ટર માં કોરાઝોન નામની 60 એમ.એલ.ની 48 બોટલ અને 150 એમ.એલની 16 બોટલ મળી કુલ 64 બોટલ નકલી બિયારણ માં નાખવાની જંતુનાશક દવાની મળી આવી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન FMC કંપનીના ઓથોરાઇઝ કરેલા બડી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડના અધિકારી દ્વારા ખેતીવાડી વિભાગ અને પોલીસની મદદ માગવામાં આવી હતી.

ટ્રુ બડી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અધિકારી ભારતી શર્મા સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે, ખેતીવાડી વિભાગના નાયબ ખેતી નિયામક જી.એસ દવેની સૂચનાથી તાત્કાલિક ભાવનગરથી કે.બી.રમણા, નીતિન કવાડ સી.કે.સાખટ સહિતના ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે દોડી જઇ સેમ્પલ લઈને નકલી કોરાજન નું વેચાણ અટકાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here