Home ગુજરાત ધારીમાં એગ્રોની દુકામાં નકલી પાકમાં નાખવાની દવાઓ ઝડપાઈ

ધારીમાં એગ્રોની દુકામાં નકલી પાકમાં નાખવાની દવાઓ ઝડપાઈ

2

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમરેલી:

સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને નકલી બિયારણ અને દવાના વેચાણ થઈ રહ્યું હોવાના વ્યાપક ફરિયાદના પગલે કંપની દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું છે ત્યારે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં હાલ ચેકિંગ હાથ ધરાયું છે. જ્યારે અમરેલી જિલ્લાના ધારી પંથકમાં આવેલી એક એગ્રો ની દુકાનમાં 37 મોંઘીદાટ પાક માં નાખવાની જંતુનાશક દવાઓની ડુપ્લીકેટ બોટલો ઝડપાઈ છે.

- Advertisement -

અમરેલીના ધારી પંથકમાં આવેલી ગાયત્રી એગ્રો સેન્ટર નામની દુકાનમાં બડી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડના ભારતી શર્મા અને તેમની ટીમ પહોંચી હતી અને આ એગ્રો સેન્ટર માં કોરાઝોન નામની 37 નકલી બિયારણ માં નાખવાની જંતુનાશક દવા ની બોટલો મળી આવી હતી. આ ઘટનાને પગલે જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના અધિકારી હેતલબેન ધંધુકિયા પણ પહોંચ્યા હતા અને આ સમગ્ર મુદ્દે નકલી દવા ના સેમ્પલ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

2 COMMENTS

  1. જામનગર જિલ્લા ના ધુતારપુર ગામમાં આવેલ એગ્રો ની દુકાનોમાં પણ ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ વેચાય છે અને ખેડુતો લુટાય છે કાયૅવાહી કરાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here