Home ધર્મ-આધ્યાત્મિક વિરપુરમાં જલારામ બાપાના દર્શનાર્થીઓ માટે આવ્યા ખુશી ના સમાચાર, આ તારીખથી ખુલશે...

વિરપુરમાં જલારામ બાપાના દર્શનાર્થીઓ માટે આવ્યા ખુશી ના સમાચાર, આ તારીખથી ખુલશે દર્શન

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, વિરપુર: (ભાગ્યેશ ડોબરીયા)

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર પૂજ્ય જલારામબાપાની જગ્યા તા.14 જૂને દર્શન માટે ખુલશે. અગામી તા.11 એપ્રિલ થી કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ જે માટે યાત્રાધામ વિરપુર જલારામબાપાની જગ્યા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી હતી. હવે આ નિર્ણયને લઈને ભક્તો માટે રાહતના સમાચાર છે.

- Advertisement -

કોરોના મહામારીની બીજી લહેરને લઈને પૂ. જલારામબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા જગ્યા બંધનો નિર્ણય લેવાયો હતો. તા.14 જૂન સોમવારથી ભક્તો માટે પૂજ્ય જલારામબાપાની જગ્યાના દ્વારા ખુલ્લા મુકવામા આવશે. 14 જૂનથી સરકારી નિયમોને આધીન જલારામ ભક્તો કરી શકશે પૂજ્ય જલારામબાપાના દર્શન કરી શકશે. તા.14 જૂન,2021થી દર્શનાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી ટોકન સિસ્ટમ થી પૂજ્ય બાપાના દર્શન કરી શકશે. દર્શનનો સમય સવારે ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ થી સાંજના ૭ વાગ્યા સુધી રહેશે. પૂજ્ય જલારામબાપાની જગ્યામાં સવાર – સાંજ આરતીમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહિ આપવામાં આવે.

વિરપુર જલારામબાપાની જગ્યા દર્શનાર્થીઓ માટે માત્ર દર્શન માટે જ ખુલશે દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ રહેશે

ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા રાજ્યના તમામ ધાર્મિક સ્થળો 11 જૂને ખોલવાના નિર્ણયને લઈને પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા પૂજ્ય જલારામ બાપાની જગ્યા તા.14 જૂને ખોલવાનો કરાયો નિર્ણય લેવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here