Home ગુજરાત ગુજરાતમાં વવ્યાપાર ધંધા માટે સમય મર્યાદામાં વધુ છૂટછાટ: 36 શહેરોમાં વધુ અઠવાડિયા...

ગુજરાતમાં વવ્યાપાર ધંધા માટે સમય મર્યાદામાં વધુ છૂટછાટ: 36 શહેરોમાં વધુ અઠવાડિયા સુધી રાત્રી કરફ્યુ યથાવત

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર:

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સnવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

- Advertisement -

મુખ્યમંત્રી એ કોર કમિટી માં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે.બતે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.

રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીશ્રી એ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here