Home ગુજરાત જામનગર જિલ્લામાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી, વિધાનસભાના વિપક્ષી નેતા પહોંચ્યા...

જામનગર જિલ્લામાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી, વિધાનસભાના વિપક્ષી નેતા પહોંચ્યા ત્યાં પણ આરોગ્ય કેન્દ્ર બંધ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ધ્રોલ:

કોરોનાની મહામારી માં જામનગર જિલ્લામાં આરોગ્ય તંત્રની પોલ ખુલ્લી પડી છે. જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં આવેલ લતીપર ગામ એ ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસી ધારાસભ્ય લલિત કગથરા મુલાકાતે પહોંચ્યા હતા.આ દરમિયાન લતીપર ના આરોગ્ય કેન્દ્ર ત્યારે વિપક્ષી નેતા અને ધારાસભ્ય પહોંચ્યા ત્યારે લતીપર આરોગ્ય કેન્દ્રમાં અલીગઢી તાળા જોવા મળ્યા હતા.

- Advertisement -

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં લતીપર ગામ માં કોરોના થી અત્યાર સુધીમાં 80 થી વધુ લોકો મોતને ભેટયા છે તેવા સમયે રાજ્ય સરકાર દ્વારા મારુ ગામ કોરોના મુક્ત ગામની વાત કરે છે તે વાતને લઈને હાસ્યાસ્પદ રીતે આરોગ્ય કેન્દ્ર બંધ નો સંદર્ભ ટાંકતા કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા એ ટોણો માર્યો હતો.

જામનગર જિલ્લામાં આરોગ્ય તંત્ર માં સબ સલામત હોવાના જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બીરેન મણવર દાવા કરી રહ્યા છે પરંતુ આવી અનેક ક્ષતિઓ આ અધિકારી ને ધ્યાને નથી કે પછી આંખ આડા કાન કરે છે? અધૂરામાં પૂરું કોરોના ની માહિતી આપવામાં પણ આ અધિકારીને અનેક વખત સંપર્ક સાધવા છતાં તેઓ ફાઈલોને કામમાં વ્યસ્ત રહે છે પરંતુ ગ્રાઉન્ડ ઝીરો ઉપર કંઈ ઉકાળી શકતા નથી ત્યારે જિલ્લા પંચાયતની કમાન સંભાળતા ડીડીઓ અને સત્તાપક્ષના સત્તાવાળાઓ આ અંગે શું કરે છે? તે જોવું રહ્યું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here