Home બ્રેકીંગ ન્યુઝ વિરપુરમાં મંત્રી જયેશ રાદડિયાના પ્રયાસથી 25 બેડના કોવિડ હેલ્થ સેન્ટર કાર્યરત થશે

વિરપુરમાં મંત્રી જયેશ રાદડિયાના પ્રયાસથી 25 બેડના કોવિડ હેલ્થ સેન્ટર કાર્યરત થશે

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, વિરપુર: (ભાગ્યેશ ડોબરીયા)

ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે ગુજરાત રાજ્યના યુવા મંત્રી જયેશ રાદડીયાના સક્રીય પ્રયાસોથી યાત્રાધામ વિરપુર ખાતે વધુ એક ૨૫ બેડનુ “કોવીડ હેલ્થ સેન્ટર”કાર્યરત કરવામા આવશે.

- Advertisement -

જેતપુર-જામકંડોરણા વિસ્તારના કોરોનાગ્રસ્ત લોકોને આ મહામારીમા હેરાન ન થવુ પડે અને વિનામુલ્યે સારવાર મળી રહે તેવા ઉદે્શથી જામકંડોરણા તેમજ જેતપુર ખાતે કોવીડ હેલ્થ સેન્ટર કાર્યરત કરાવીને હવે યુવા મંત્રી જયેશ રાદડીયા તેમજ દાતાઓના સહકારથી વિરપુર ખાતેના “સામુહીક આરોગ્ય કેન્દ્ર”મા ૨૫ બેડનુ હેલ્થ સેન્ટર કાર્યરત થાય એ માટે યુવા મંત્રી જયેશ રાદડીયા તેમજ મનસુખભાઈ ખાચરીયા, ગોરધનભાઈ ધામેલીયા, વેલજીભાઈ ,જનકભાઈ, રાજુભાઈ બારૈયા સહીતના આગેવાનોએ સામુહીક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને જરૂરી સુચનો કર્યા હતા.

આ હેલ્થ સેન્ટરમા કુલ ૨૫ બેડની સુવિધા ઉભી કરવામા આવશે જેમાથી ૧૫ બેડ ઓક્સીજન ફેસેલીટી સાથેના કાર્યરત કરવામા આવશે તેમજ દાખલ થનાર તમામ દર્દીઓને આ સારવાર વિનામુલ્યે આપવામા આવશે. 8 મે થીજે કાર્યરત કરવામાંઆવનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here