Home ગુજરાત માસ કમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં પાર્થ પટેલે Ph.D.ની પદવી પ્રાપ્ત કરી

માસ કમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં પાર્થ પટેલે Ph.D.ની પદવી પ્રાપ્ત કરી

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર:

નેતાના સફળ કોમ્યુનિકેશન થકી રાજકીય પક્ષોની સફળતા નક્કીઃ રિસર્ચ

ગુજરાત યુનિવર્સીટીના માસ કમ્યુનિકેશન અને જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાંથી પાર્થ પટેલે Ph.D.ની પદવી પ્રાપ્ત કરી છે. પાર્થ પટેલ દ્વારા ‘ગુજરાતના બંને રાજકીય પક્ષો (ભાજપ અને કોંગ્રેસ)ની કમ્યુનિકેશન સ્ટ્રેટેજી’ વિષય ઉપર ડો. દ્રષ્ટિ પટેલના માર્ગદર્શન હેઠળ અને ડિપાર્ટમેન્ટના વડા ડો.પ્રો. સોનલ પંડ્યાના સહકારથી મહાશોધ નિબંધ તૈયાર કરવામાં આવ્યો હતો, જેને ગુજરાત યુનિવર્સીટીએ માન્ય રાખી પાર્થ પટેલને પી.એચ.ડી.ની પદવી એનાયત કરાઈ છે.

- Advertisement -

આ સંશોધનમાં ગુજરાતમાં છેલ્લા 35 વર્ષની ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની કમ્યુનિકેશન સ્ટ્રેટેજીનો અભ્યાસ કરાયો છે. ગુજરાતની રાજનીતિમાં સફળતા માટે કમ્યુનિકેશનના વિવિધ આયામો કેટલા જરૂરી છે તે આ મહાશોધ નિબંધના તારણોમાં જોવા મળે છે. સાથે જ આવનારા સમયમાં કેવી રીતે આવા જ વિષય સાથે વધુ ઉંડાણપૂર્વક અને થોડા નવા હેતુઓ સાથે સંશોધન થઈ શકે તેના વિશે પણ પાર્થ પટેલે તેમના સંશોધનમાં જણાવ્યું છે.

અત્રે નોંધનીય છે કે આ સંશોધન દરમિયાન પાર્થ  દ્વારા 22 જેટલા વિષય અભ્યાસુઓના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા હતા. ઈન્ટર્વ્યૂ બાદ એવું તારણ બહાર આવ્યું કે જો કોઈપણ રાજકીય પક્ષ કમ્યુનિકેશન સ્ટ્રેટેજી પર થોડું વધારે ધ્યાન આપે તો ચોક્કસ તેઓ લોકમાનસ સુધી સરળતાથી પહોંચી શકે છે અને સફળતા પણ ચોક્કસ મેળવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here