Home ગુજરાત પાટણમાં લેઉવા પટેલ સમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ કલાસ શરૂ...

પાટણમાં લેઉવા પટેલ સમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ કલાસ શરૂ કરાયા

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, પાટણ: (સુનિલ પટેલ)

ડાયનેમિક ફાઉન્ડેશ અમદાવાદ સંચાલિત ડાયનેમિક કેરિયર એકેડેમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ પેરણાત્મક માર્ગદર્શન કાર્યક્રમ અને નગરપાલિકા ની ચૂંટણી માં વિજેતા થયેલ લેઉવા પાટીદાર સમાજના 6 કોર્પોરેટરો નો સન્માન સમારોહ પાટણ લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે યોજાયો હતો

- Advertisement -

ડાયનેમિક ફાઉન્ડેશન સંચાલિત ડાયનેમિક કેરિયર એકેડેમી અમદાવાદ દ્વારા પાટણ લેઉવા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે જી પી એસ સી, યુપી એસ સી,ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિના મૂલ્યે કોચિંગ કલાસ શરૂ કરવામાં આવ્યા છે. જેને લઈ રવિવારે સાંજે વિદ્યાર્થીઓ માટે પેરણાત્મક માર્ગદર્શન કાર્યક્રમ ડાયનેમિક ફાઉન્ડેશન ના પ્રમુખ બી .કે. પટેલ ની અધ્યક્ષતાઆ પાટણ લેઉવા પાટીદાર સમાજ ની વાડી ખાતે યોજાયો હતો. જેમાં ચેતન પ્રજાપતિ,બીરેન ભાઈ પટેલ,ગૌરવ ભાઈ આચાર્યએ વિદ્યાર્થીને પેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.

પાટણ નગર પાલિકાની ચૂંટણી માં વિજય થયેલ પાટીદાર સમાજના 6 કોર્પોરેટર મનોજભાઈ ખોડીદાસ પટેલ, મનોજભાઈ નગરભાઈ પટેલ, દીક્ષિત જ્યંતી ભાઈ પટેલ, દેવચંદભાઈ શંકરભાઈ પટેલ,નીતાબેન દિલીપભાઈ પટેલ, નેહબેન વિજય ભાઈ પટેલનું મહેમાનોના હસ્તે સન્માન કરાયું હતું. આ સાથે એકેડેમીમાં સેવા આપતા ત્રણે શિક્ષકોનું સન્માન પણ કરાયું હતું.

આ પ્રસંગે મનસુખભાઈ એન પટેલ,હરિભાઇ બી પટેલ,પ્રમુખ ભરત ભાઈ પી પટેલ,ટ્રસ્ટી મોહનભાઇ પુરષોતમ ભાઈ ,ડાયનેમિક ફાઉન્ડેશન ટ્રસ્ટી વિમળાબેન બી પટેલ,મીના બેન હરિભાઈપટેલ સહિત સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ નું સંચાલન શૈલેષ ભાઈ પટેલ અને આભાર વિધી પરેશ ભાઈ પટેલ એ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here