Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગરમાં SP એ વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા લોકો માટે યોજેલા લોક દરબારમાં લોકોની...

જામનગરમાં SP એ વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા લોકો માટે યોજેલા લોક દરબારમાં લોકોની પાંખી હાજરી…

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે ટાઉન હોલ ખાતે વ્યાજખોરોથી ત્રસ્ત લોકો માટે લોક દરબાર યોજવામાં આવ્યો છે. સવારે 11 કલાકથી યોજાયેલા લોક દરબારમાં 50થી વધુ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોએ પોતાની રજુઆત કરી છે. દિવસેને દિવસે વ્યાજખોરોના ત્રાસથી આપઘાતની ઘટનાઓ વધી રહી છે.તેવામાં જામનગરના એસ.પી. શરદ સિંઘલનો આ લોક દરબાર યોજવાનો અભિગમ કેટલો રંગ લાવે છે તે જોવું રહ્યું. આ લોક દરબારમાં જિલ્લાભરમાંથી લોકોને જાહેર આમંત્રણ આપી બોલાવાયા હતા. આ લોક દરબારમાં એસ.પી.શરદ સિંઘલ, ડી.વાય.એસ.પી. એ.પી.જાડેજા,એ.એસ.પી. ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ લોકદરબાર માં જામનગર જિલ્લા ની જાહેર જનતા આવી અને કોઇ પણ વ્યકિતને વ્યાજખોર/બુટલેગર કે અન્ય કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થા ન બગડે  માટે ની રજુઆત ખુલ્લા મન થી કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

વ્યાજ વટાવના ભોગબનનાર વ્યકિતઓએ રૂબરૂમાં રજુઆત કરવા યોજાયેલ લોક દરબારમાં અરજદારોની પાખી હાજરી જોવા મળી હતી. જવાબદારો સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તેની ખાતરી જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંધલ દ્વારા આપ્યા બાદ પણ લોકો પોલીસનો લોક દરબાર જ સુધી કેમ નથી પહોંચતા તે પણ એક મનોમંથન કરવા જેવી બાબત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here