Home ખેલ-કુદ જામનગરમાં યોજાશે ઓપન સૌરાષ્ટ્ર કચ્છ બૅડમિન્ટન ટૂર્નામેન્ટ

જામનગરમાં યોજાશે ઓપન સૌરાષ્ટ્ર કચ્છ બૅડમિન્ટન ટૂર્નામેન્ટ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરમાં સૌરાષ્ટ્ર બૅડમિન્ટન એસોસિએશન તથા સુમેર સ્પોર્ટ્સ કલબ જામનગર માં સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 24 થી 28 ફેબ્રુઆરી 2021 દરમ્યાન સુમેર સ્પોર્ટ્સ કલબ ખાતે ઓપન સૌરાષ્ટ્ર કચ્છ બૅડમિન્ટન ટુર્નામેન્ટનુ  આયોજન કરવામાં આવેલ છે.

- Advertisement -

આ ટુર્નામેન્ટ ના આયોજન અંગેની માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા સુમેર સ્પોર્ટ્સ કલબના કારોબારી સદસ્ય ભરતભાઈ ખૂબચંદાનીએ જણાવેલ કે, સુમેર સ્પોર્ટ્સ કલબ ના પ્રમુખ રાજુભાઈ શેઠ, સેક્રેટરી જયેશભાઈ મેહતા, પરાગભાઈ શાહ તેમજ એક્સઝીક્યુટીવ કમિટીના સહકારથી આ ટુર્નામેન્ટનું  આયોજન કરવામાં આવેલ છે.

આ બૅડમિન્ટન ટુર્નામેન્ટ ગર્લ્સ, બોયઝ, સિંગલ્સ, ડબલ્સ, મિક્સ ડબલ્સ, અંડર 19 લઇ ઓપન કેટેગરી ના અલગ-અલગ 7 વિભાગો માં આગામી તારીખ 24 ના સવારે 9 વાગે થી શરૂ થશે. આ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ 28 ફેબ્રુઆરી2021 ના થશે હાલ 200 જેટલા ખેલાડીઓ આ ટુર્નામેન્ટ માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. જ્યારે આગામી 22 તારીખ સુધી  રજિસ્ટ્રેશન ઓપન હોય 300 જેટલા ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા ભરતભાઈ ખૂબચંદાની એ વ્યક્ત કરી હતી. વિશેષ માં જણાવેલ કે ટુર્નામેન્ટ દરમિયાન કોવિડ 19 ના તમામ નિયમોનું ચુસ્તપણે  પાલન કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર બેડમિન્ટન એસોસિએશનની વેબ સાઈટ પર આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરી શકે છે. પત્રકાર પરિષદમાં ભરતભાઈ ખૂબચંદાની  સાથે સુમેર કલબ ના બૅડમિન્ટન કોચ જિશાન ભાઈ, સુમેર સ્પોર્ટ્સ કલબ અને સૌરાષ્ટ્ર બેડમિન્ટન એસોસિએશનના સદસ્ય ઉપસ્થિત હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here