Home ધર્મ-આધ્યાત્મિક મહિલા પર દુષ્કર્મ ગુજારનાર ઉદાસી આશ્રમના મહંતની પોલીસે ધરપકડ કરી

મહિલા પર દુષ્કર્મ ગુજારનાર ઉદાસી આશ્રમના મહંતની પોલીસે ધરપકડ કરી

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં આવેલા ઉદાસી આશ્રમના મહંત સામે પરિણીત મહિલા ઉપર ગત ફેબ્રુઆરી માસમાં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. આ ઘટનાને લઈને પોલીસે હાલ મહંતને પકડીને ધરપકડ પણ કરી લીધી છે.

- Advertisement -
મહંતની ફાઇલ તસવીર

આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી મહંતને પકડી પડાયા છે, જ્યારે ભોગ બનનાર પરણિતાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલી આપી છે. આ બનાવને લઇને સમગ્ર જામનગર જિલ્લામાં ભારે ચકચાર જાગી છે, અને મહંતના અનુયાયીઓમાં કચવાટની લાગણી ફેલાઇ છે.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં આવેલા ઉદાસી આશ્રમના મહંત હરિદાસબાપુ કે જેઓની ઉંમર 56 વર્ષની છે, અને છેલ્લા 33 વર્ષથી આશ્રમમાં રહીને સેવા પૂજા કરે છે. જ્યારે જામનગર સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં પણ તેમના અનુયાયીઓ છે. અને આશ્રમમાં આસ્થાભેર આવે છે.

આ જોડિયા તાલુકાના બાલંભા ગામે આવેલ ઉદાસી આશ્રમના મહંત હરિદાસ બાપુની ગત 4 ફેબ્રુઆરીએ તબિયત બગડી હતી. જેથી સેવા પૂજા કરવા માટે જોડિયા તાલુકાના બાલંબા ગામની વતની અને હાલ પુના પરણાવેલી એક પરણિત મહિલા જે પોતાના માવતરે આંટો દેવા આવી હતી. તેને સેવાના નામે બોલાવી હતી. અને પોતાના હાથ પગ દબાવવા માટેનું જણાવ્યું હતું. દરમિયાન એકા-એક મહંતની દાનત બગડી હતી અને પરિણીતા સાથે છેડછાડ શરૂ કરી દીધી હતી. ત્યાર પછી મહંતે પોતાની બાહોમાં લઇ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર ઘટના પછી ભોગ બનનાર ત્યાંથી ચાલી ગઇ હતી, અને પોતાના પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પરંતુ પોતાની આબરુના બીકે મૌન ધારણ કર્યું હતું. સાથોસાથ મહંત દ્વારા અવારનવાર ધમકીઓ આપ્યે રાખી હતી, અને આ અંગેની કોઈને જાણકારી આપશે તો પોતે તાંત્રિક વિધિ કરીને પરિવારને ખતમ કરી નાખશે, જેથી તેમના પરિવારજનો ચૂપ રહ્યા હતા.

જે બનાવને આટલો સમય વીતી ગયા પછી પરિવારજનોએ હિંમત દાખવીને અન્ય કોઈ વ્યક્તિ મહંતનો શિકાર ન બને, તેના ભાગરૂપે ગઈ રાત્રે જોડિયા પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરતા આખરે જોડીયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ચકચારી ધૃણાસ્પદ ઘટના અંગે જોડિયા પોલીસે ભોગ બનનાર પરિણીતાની આપવીતી સાંભળીને મહંત હરિદાસ બાપુ સામે IPC કલમ 376 અને 506-2 મુજબ ગુનો નોંધ્યો છે, અને તેઓની અટકાયત કરી લઈ કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે. સાથોસાથ ભોગ બનનાર પરિણીતાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલી આપી છે. આ સમગ્ર મામલો સામે આવતાં આશ્રમના અનુયાયીઓ અને ધર્મપ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. અનેેેેે આ ઘટનાનેેેેે લઇને લંપટ મહંત સામે પણ ધર્મના નામે આવી બેશરમ હરકત કરતા ફિટકાર વરસી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here