Home ધર્મ-આધ્યાત્મિક PM મોદીનું સ્વપ્ન સાકાર, એશિયાનો સૌથી મોટો રોપવે બન્યો જૂનાગઢમાં

PM મોદીનું સ્વપ્ન સાકાર, એશિયાનો સૌથી મોટો રોપવે બન્યો જૂનાગઢમાં

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ: (અતુલ વ્યાસ)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતને 3 નવી ભેટ મળી છે જેમાં યુ એન મહેતા હાર્ટ પીચર રિસર્ચ હાઇ ટેક હોસ્પિટલ એશિયાનો સૌથી મોટો રોપ વે અને કિસાન સૂર્યોદય યોજના’નો વડાપ્રધાનના હસ્તે ઇ લોકાર્પણ જુનાગઢ ખાતેથી થયું હતું

- Advertisement -

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ક્રાંતિકારી નિર્ણય લઈને જ્યોતિગ્રામ યોજના શરૂ કરી હતી તે જ પ્રકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે તેનો લાભ ગુજરાતના ૧૭ લાખ ૨૫ હજાર કિસાનોને થશે અને તેઓને દિવસ દરમિયાન પણ થ્રી ફેસ વીજળી મળી રહેશે પ્રારંભિક તબક્કામાં જુનાગઢ ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના ૧૦૫૫ ગામોને આ લાભ મળશે ત્યારબાદ આગામી ત્રણ વર્ષમાં સમગ્ર રાજ્યના તમામ ગામડાઓને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે

અગાઉ કિસાનોને રાત્રિના સમયે વીજ પુરવઠો અપાતો હતો તેથી કિસાનોને રાત્રે ખેતરમાં કામ કરવું પડતું હતું અને જંગલી જનાવરો નો ત્રાસ હતો પરંતુ કિસાન સૂર્યોદય યોજના આવવાથી હવે દિવસે વીજળી મળશે અને કિસાનોને જંગલી જનાવરો ના ભયથી છુટકારો મળશે

એશિયા નો સૌથી મોટો રોપ વે એટલે જુનાગઢ ગિરનાર પર્વત ઉપર તૈયાર થયેલ ઉડન ખટોલા રોપ વે આ રોપવે ૨.૩ કિલોમીટર લાંબો 25 બોગી ધરાવતો 130 કરોડના ખર્ચે બનેલ અને એકીસાથે 200 શ્રદ્ધાળુઓને માતા અંબાજી દર્શન કરાવવાની ક્ષમતા ધરાવતા આ રોપ વે નું ઈ લોકાર્પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું આ લોકાર્પણમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા

જૂનાગઢ ના પી. ટી. એસ ગ્રાઉન્ડ ખાતે માત્ર 400 લોકો ની હાજરીમાં ત્રણેય લોકાર્પણ કરવામા આવ્યા હતા ત્યાર બાદ સી. એમ રોપ વે સાઈટ પહોંચ્યા હતા અને પોતાની પત્ની સાથે રોપ વે મા બેસી મા અંબા ના દર્શને ગયા હતા ત્યા તેમણે માતાજીની પૂજા અર્ચના કરી હતી આ પ્રસંગે સાંસદ..શહેર તેમજ જીલ્લા ના ભાજપ ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here