Home સૌરાષ્ટ્ર-કચ્છ વિસાવદરમાં કાચું મકાન ધરાશયી થતા માતા-પુત્રના મોત, પરિવાર વિખેરાયો

વિસાવદરમાં કાચું મકાન ધરાશયી થતા માતા-પુત્રના મોત, પરિવાર વિખેરાયો

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ: (અતુલ વ્યાસ)

વિસાવદર મા કાચુ મકાન ધરાશાયી થતા માતા પુત્ર ના ધટના સ્થળે મોત થયા હતા જ્યારે પીતા પુત્ર ને ઈજા થવાથી વીસાવદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

ગઈ કાલે રાત્રે સાડા નવ વાગ્યા ની આસપાસ વીસાવદર ના રેલ્વે સ્ટેશન નજીક આવેલ જીવાજી ના ડેલામા રહેતા દીનેશભાઈ મકવાણા ના કાચા મકાન ની છત ઓચીંતી પડતાં ધર મા રહેલ દીવય દીનેશ મકવાણા ઉ. 11 અને તેની માતા રીનાબેન દીનેશભાઈ મકવાણા નુ દટાઈ જતા સ્થળ પર મોત થયા હતા જ્યારે દીનેશભાઈ અને તેના મોટા પુત્ર દીપસ ને ઈજા થતા સારવાર માટે.હોસપીટલ મા ખસેડવામાં આવ્યા હતા

ગત રાત્રે 108 ને ફોન આવ્યો હતો કે એક કાચુ મકાન ધરાશાયી થયુ છે 108 ની ટીમ ધટના સ્થળે પહોચી હતી ત્યા ગામલોકો એ કાટમાળ ખસેડતા દીવય નો મૃતદેહ મળી આવ્યો હતો અને સ્થળ પર દીનેશભાઈ મકવાણા અને તેના મોટા પુત્ર ને માથા ના તેમજ પગના ભાગે ઈજા થઈ છે તે બન્ને ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ દીનેશભાઈ ની પત્ની નો કોઈ પતો નહી લાગતા ઘર મા પડેલ બીજો કાટમાળ ખસેડતા રીનાબેન દીનેશભાઈ મકવાણા નો મૃતદેહ મળી આવ્યો હતો આમ કાટમાળ નીચે દબાઈ જવાથી માતા પુત્ર ના કરૂણ મોત થયા હતા.

મકાન કાચુ હોય અને વીસાવદર મા પડેલ અનરાધાર વરસાદ ને લઈ ને મકાન ધરાશાયી થયુ હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે 108 ની ટીમ દ્વારા મૃતકો તેમજ ઈજાગ્રસ્ત ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here