Home સૌરાષ્ટ્ર-કચ્છ ધ્રોલ નગરપાલિકાને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા રજુઆત છતાં કોની શરમ રાખે છે?

ધ્રોલ નગરપાલિકાને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા રજુઆત છતાં કોની શરમ રાખે છે?

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ધ્રોલ: (ચંદ્રેશ પરમાર)

ભાજપ શાસિત ધ્રોલ નગરપાલિકા અને કાયમી વાદ-વિખવાદનું ઘર હોય ત્યા અઘોર બેદરકારી સામે આવી છે.ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ અનેક સભ્યોને સાચવવા તેમજ પોતાના રાજકીય રોટલા શેકવા માટે આ પરિસ્થિતિ ઉભી કરી રહ્યા હોય તેવું લોકમુખે ચચાઈ રહ્યું છે.તેમજ ધ્રોલ નગરપાલિકાના વિસ્તારમાં હાલની પરીસ્થિતિમાં રોડ રસ્તા ખૂબ મોટા ખાડા પડેલા હોય તેમજ ત્યાં પાણી ભરાતા હોય ત્યાં મોટા પાયે દુર્ગંધ ફેલાઈ રહી છે. તેમજ રોગને નોતરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

- Advertisement -

ધ્રોલમાં છેલ્લા કેટલા સમયથી કેટલાક સથળોએ બેરોકટોક ગેરકાયદેસેર બાંધકામ ચાલી રહ્યા છે.ત્યારે પડધરીના નાકા બહાર પાણીના ટાંકા પાસે આવેલ ગેરકાયદેસેર બાંધકામ લોકોને અડચણરૂપ હોય આ બાંધકામ તાત્કાલિક દૂર કરવા માટે એસડીએમ,મામલતદાર અને ચીફઓફિસરને રજુઆત કરવામાં આવી છે.અને આ અંગે પગલાં લેવા માંગણી કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે ભ્રમનાથ મહાદેવના મંદિર પાસે જતાં લોકોને ખૂબ જં લકલીફ પડતી હોય,ધાર્મિક લાગણી પણ દુભાય છે.તેવી રજુઆત તાજેતરમાં જૂન મહિનામા પણ સ્થાનિક અધિકારીઑ ને કરવામાં આવી હતી.પડધરીના નાકા બહાર પાણીના ટાંકા પાસે ત્યાં પ્રાથમિક સ્કૂલ પણ આવેલ હોય તેમજ કુતરા અને માસહારી પશુ નો ત્રાસ પણ હોય તેથી સ્કૂલ માં ભણતા વિદ્યાર્થીઓ ના વાલીઓમાં ઊગ્ર રોષની લાગણી વ્યાપી છે.તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થાય તેની જવાબદારી કોની.?

નગરપાલિકાના અધિકારી અને પદઅધિકારીઓની નજરમા આ ગેરકાયદેસેર બાંધકામ કેમ આવ્યુ નથી.?? એસડીએમ અને મામલતદાર દ્વારા આ સમગ્ર બાંધકામ અંગે તપાસ કરવામાં આવે તો અનેક વિગતો ખૂલી શકે તેમ છે. ટૂકમા કહીએ તો આ બાંધકામ તોડી પાડવા લોકમાગણી ઉઠી છે. છતાં ધ્રોલ નગરપાલિકા શા માટે ગેરકાયદેસર બાંધકામ નથી હટાવતી? સ્થાનિક નગરપાલિકાના ક્યાં નેતા કે પદાધિકારીના આશીર્વાદ છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here