Home બ્રેકીંગ ન્યુઝ બેકાબુ કોરોનાથી જામનગર જિલ્લામાં શનિવારે 103 નવા પોઝિટિવ કેસો નોંધાયા, ચિંતાજનક સ્થિતિ

બેકાબુ કોરોનાથી જામનગર જિલ્લામાં શનિવારે 103 નવા પોઝિટિવ કેસો નોંધાયા, ચિંતાજનક સ્થિતિ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે. ત્યારે શનિવારે કોરોનાના કુલ 103 કેસો નોંધાયા છે. ક્રમશ: અનલોક 1થી 3 પુરા થવા જઈ રહ્યા છે. ત્યારે જ જામનગર જિલ્લામાં કોરોનાના વધી રહેલા સંક્રમણથી કોરોનાના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. જે ખુબજ ચિંતાજનક બાબત છે.

- Advertisement -

જામનગર જિલ્લામાં શનિવારની વાત કરીએ તો, જિલ્લામાં નવા 103 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારમાં 89 પોઝિટિવ કેસ સામેેઆવ્યા છે.જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 14 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે જામનગર જિલ્લામાં શનિવારે કોરોના નો કાળમુખો આંક 103 પર પહોંચ્યો છે.

શનિવારે જામનગર શહેર અને ગ્રામ્યના કુલ 99 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ પણ કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here