Home ગુજરાત હાલારમાં મુકાયેલા IPS દંપતિને જાણો

હાલારમાં મુકાયેલા IPS દંપતિને જાણો

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

ગુજરાતમાં IPS અધિકારીઓની બદલીઓના એકસાથે ઓર્ડર થયા છે. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકાના SPની પણ બદલી થઈ છે. હાલારના બન્ને જિલ્લાઓમાં નવા SP તરીકે આવેલ અધિકારી પતિ-પત્નિ છે.

- Advertisement -

જામનગરમાં SP તરીકે શરદ સિંઘલની સુરત ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. ત્યારે જામનગરના નવા SP તરીકે 2010ની બેંચના શ્વેતા શ્રીમાળીની ડાંગ આહવાથી બદલી કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના SP રોહન આનંદની પણ બદલી કરવામાં આવી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવા SP તરીકે વલસાડના SP સુનિલ જોશીની બદલી કરવામાં આવી છે.

હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવનાર બન્ને IPS દંપતિ છે. જામનગરના SP શ્વેતા શ્રીમાળીનો જન્મ  13 એપ્રિલ1985માં થયો હતો 2010ની બેન્ચનાં IPS છે. શ્વેતા શ્રીમાળીના 2013માં સુનિલ જોશી સાથે લગ્ન થયા હતા. સુનિલ જોશી વલસાડના SP હતા હવેથી સુનિલ જોશી દેવભૂમિ દ્વારકામાં નવા SP તરીકે મુકાયા છે. ત્યારે હાલારમાં ફરી IPS દંપતિ મુકાયું છે. જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોશે.

જામનગર અને દ્વારકામાં આવના આ દંપતિ મુકાયા છે. ત્યારે બન્ને IPS કાયદો વ્યવસ્થાની બાબતે ખુબજ કડક વલણ ધરાવતા હોવાની માહિતી મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here