Home ગુજરાત કોંગ્રેસે નવી શૈક્ષણિક નીતિ ઉપર સમજણ વગર ટીકાઓ કરીને બુદ્ધિનું દેવાળું ફુક્યું-ભરત...

કોંગ્રેસે નવી શૈક્ષણિક નીતિ ઉપર સમજણ વગર ટીકાઓ કરીને બુદ્ધિનું દેવાળું ફુક્યું-ભરત પંડ્યા

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: (નિરવ જોષી)

વ્યક્તિ,સમાજ અને દેશની સર્વાંગી પ્રગતિ માટેની
યુગાનુયુગ અને દેશાનુકૂળ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપવા બદલ PM નરેન્દ્ર મોદીને અભિનંદન 

- Advertisement -

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં “એક ભારત-શ્રેષ્ઠ ભારત”ના વિચાર સાથે લેવામાં આવેલ મહત્વપૂર્ણ કદમ શિક્ષણ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સાથે દેશમાં શિક્ષણનીતિ ક્રાંતિકારી, પ્રગતિકારક અને દિશાદર્શક બનશે. 

ગઈકાલે ટીવી ઉપર શિક્ષણનીતિ અંગેની પત્રકાર પરીષદ શરૂ થઈ ત્યારે કોઈપણ પ્રકારની માહિતી કે વિગત સાંભળ્યા કે વાંચ્યા વગર કોંગ્રેસના નેતાઓએ શિક્ષણનીતિ ઉપર ટીકાઓ શરૂ કરી દીધી હતી. 
કોંગ્રેસને દેશ માટે કોઈપણ સારી બાબત હોય તો કોંગ્રેસનો નેતાઓ ઊંઘમાં પણ ભાજપ ઉપર આક્ષેપો,અપપ્રચાર અને નિંદા શરૂ કરી દે છે. – ભરત પંડયા

દેશની 1000 વિશ્વ વિદ્યાલયો, 42,000 ડિગ્રી કોલેજ, 15 લાખથી વધુ સ્કૂલો તેમજ 1.09 કરોડ પ્રાધ્યપકો અને અમેરીકાની જનસંખ્યાથી વધુ 33 કરોડ વિદ્યાર્થીઓને સ્પર્શતા દેશના વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત, બુદ્ધિજીવો, સમાજસેવકો, પ્રાધ્યાપકો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તરફથી મળેલા 2.25 લાખ એકત્રિત સૂચનો માંથી સંકલન અન સમન્વય કરીને ઐતિહાસિક, શૈક્ષણિક ક્રાંતિ દ્વારા શિક્ષણનીતિ બનાવવામાં આવી છે.

કેન્દ્ર સરકારના દેશહિત અને જનહિત નિર્ણયોમાં વધુ અભૂતપૂર્વ નિર્ણય 

34 વર્ષ પછી શિક્ષણનીતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના યુવાનોના કૌશલ્ય અને જ્ઞાનથી સજ્જ બનાવવા વિજ્ઞાન, ટેકનોલોજી, એકેડેમિક અને ઈન્ડસ્ટ્રીઝમાં પડતી ખોટ શિક્ષણના આધારે પૂરી કરવા માટે એક ઐતિહાસિક પગલું લીધું છે. 

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવી શિક્ષણ નીતિને આવકારીને વ્યક્તિ,સમાજ અને દેશની સર્વાંગી પ્રગતિ માટેની યુગાનુયુગ અને દેશાનુકૂળ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે…ભારતનું વૈશ્વિકસ્તરે મહત્વ વધવાની સાથે દેશને વિશ્વગુરૂ બનાવવા માટે વ્યક્તિ, અને સમાજના વિકાસ માટે શિક્ષણ આધારશિલા છે. ભારતને નોલેજ સુપરપાવરના સ્વરૂપમાં પ્રસ્થાપિત કરવાની નેમ સાથેની નવી શિક્ષણ નીતિ દેશના પ્રત્યેક નાગરીકના જીવનને સ્પર્શે એક ન્યાયસંગત અને નિષ્પક્ષ સમાજ અને કૌશલ્ય ઘડતર સાથે દેશની સર્વાંગી પ્રગતિની દિશામાં એક કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા અનેક દેશહિત અને જનહિતના અનેક પગલાંઓ અને નિર્ણયો સમયાંતરે લેવામાં આવી રહ્યાં છે. સોશીયલ મિડીયામાં ચીનની 106 એપ્લીકેશન પર પ્રતિબંધ મૂકવાની વાત હોય કે દેશની સુરક્ષા માટે દુનિયા સૌથી લડાયક રાફેલ વિમાન લાવવાનો નિર્ણય હોય કે દેશની એકતા, અખંડીતતા માટે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને 35/એ હટાવવાની હોય કે દેશની મુસ્લિમ મહિલાઓના સ્વાભિમાન, સુરક્ષા, સશક્તિકરણ માટે ત્રિપલ તલાકના કાયદાને દૂર કરવાનો નિર્ણય હોય કે દેશની જનતાના મન-હ્યદયમાં રહેલી શ્રદ્ધા, પ્રકૃતિ અને સંસ્કૃતિને રામમંદિરના પુનઃનિર્માણ દ્વારા વધુ પ્રસ્થાપિત કરવાનો નિર્ણય હોય કે પછી કોરોનાની પરિસ્થિતિમાં આત્મનિર્ભર-ભારત યોજનામાં 80 કરોડ લોકોને 8 મહિના સુધી વિનામૂલ્યે અનાજ આપવાની વાત હોય. અલગ અલગ યોજનાઓ દ્વારા કરોડો લાભાર્થીઓના ખાતામાં સીધે-સીધી સહાય પહોંચાડવાની વાત હોય કે પછી કોરોનોના દર્દીઓની સારવાર માટે તેમજ આયુષ્યમાન ભારત – મોદી કેર યોજના દ્વારા વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ આપવાની વાત હોય કે વોકલ ટૂ લોકલ દ્વારા સ્વરોજગારને પ્રોત્સાહન આપવાની વાત હોય. આમ, આવા અનેક દેશહિત અને જનહિત નિર્ણયો લેવામાં આવ્યાં છે.

હવે, 34 વર્ષ પછી શિક્ષણનીતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના યુવાનોના કૌશલ્ય અને જ્ઞાનથી સજ્જ બનાવવા વિજ્ઞાન, ટેકનોલોજી, એકેડેમિક અને ઈન્ડસ્ટ્રીઝમાં પડતી ખોટ શિક્ષણના આધારે પૂરી કરવા માટે એક ઐતિહાસિક પગલું લીધું છે. ઓનલાઈન અને ઓફલાઈન પદ્ધતિ દ્વારા તજજ્ઞો સહિત જમીન સ્તર થી ગામડાઓ, શહેરો-જીલ્લાઓ, રાજયોથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધીના લોકોને આ નવી શિક્ષણ નીતિમાં આવરી લેવામાં આવ્યાં છે. દેશની પ્રાચીન ધરોહર અને વિરાસત દ્વારા વિશ્વ સાથે કદમ મિલાવવાનું લક્ષ્ય આ શિક્ષણનીતિમાં સફળ થશે.

ભરત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે કોંગ્રેસ દ્વારા નવી શૈક્ષણિક નીતિ ઉપર વિચાર, વાંચન, સમજણ વગર ટીકાઓ કરીને કોંગ્રેસે બુદ્ધિનું દેવાળું ફુક્યું છે. ગઈકાલે ટીવી ઉપર શિક્ષણનીતિ અંગેની પત્રકાર પરીષદ શરૂ થઈ ત્યારે કોઈપણ પ્રકારની માહિતી કે વિગત સાંભળ્યા કે વાંચ્યા વગર કોંગ્રેસના નેતાઓએ શિક્ષણનીતિ ઉપર ટીકાઓ શરૂ કરી દીધી હતી. કોંગ્રેસને દેશ માટે કોઈપણ સારી બાબત હોય તો કોંગ્રેસનો નેતાઓ ઊંઘમાં પણ ભાજપ ઉપર આક્ષેપો,અપપ્રચાર અને નિંદા શરૂ કરી દે છે.

નવી શૈક્ષણિક નીતિ અમલમાં લાવવાથી જે તે પ્રાદેશિક-માતૃભાષાનું મહત્વ અને કૌશલ્ય-જ્ઞાનલક્ષી શિક્ષણ એ દરેકના જીવનમાં પ્રોગ્રેસીવ બનશે. દેશની 1000 વિશ્વ વિદ્યાલયો, 42,000 ડિગ્રી કોલેજ, 15 લાખથી વધુ સ્કૂલો તેમજ 1.09 કરોડ પ્રાધ્યપકો અને અમેરીકાની જનસંખ્યાથી વધુ 33 કરોડ વિદ્યાર્થીઓને સ્પર્શતા દેશના વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત, બુદ્ધિજીવો, સમાજસેવકો, પ્રાધ્યાપકો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તરફથી મળેલા 2.25 લાખ એકત્રિત સૂચનો માંથી સંકલન અન સમન્વય કરીને ઐતિહાસિક, શૈક્ષણિક ક્રાંતિ દ્વારા શિક્ષણનીતિ બનાવવામાં આવી છે. તે બદલ શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકર અને રમેશ પોખરીયાલ અને શિક્ષણ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.

દેશમાં આ શિક્ષણનીતિથી દરેકક્ષેત્રમાં અમૂલ, પ્રગતિકારક પરીવર્તન આવશે. શિક્ષણ નીતિથી ભારત પોતાનું વૈભવ પુનઃ પ્રાપ્ત કરશે તેમજ ગુણવતા, ઓળખ, જવાબદેહી, સામર્થ્ય અને સમાનતાના આધાર સાથે એક પ્રક્રિયાના સમુહ પર વિદ્યાર્થીઓના કૌશલ્યવિકાસ ઉપર ધ્યાન આપવામાં આવશે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક ભારત-શ્રેષ્ઠ ભારતના વિચાર સાથે લેવામાં આવેલ મહત્વપૂર્ણ કદમ શિક્ષણ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સાથે દેશમાં શિક્ષણનીતિ ક્રાંતિકારી, પ્રગતિકારક અને દિશાદર્શક બનશે. તેમ પંડયાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here