Home ધર્મ-આધ્યાત્મિક પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ હાર્દિક પટેલ સીદસર ઉમિયાધામ પહોંચ્યા

પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ હાર્દિક પટેલ સીદસર ઉમિયાધામ પહોંચ્યા

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, સીદસર:

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ હાર્દિક પટેલ આજે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા.

- Advertisement -

પાટીદાર અનામત આંદોલન સમિતિ થી ઉભરી આવેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે ત્યારે હાર્દિક પટેલ આજે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ લેઉવા પટેલ સમાજના કુળદેવી મા ખોડીયાર ના દર્શન કરવા ખોડલધામ પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ સીદસર મુકામે આવેલા ઉમિયા ધામ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત પણ કરાયું હતું.

જામજોધપુર તાલુકાના  સિદસર ગામે આવેલા  ઉમિયા ધામ ખાતે પહોંચેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સાથે જામજોધપુરનાા ધારાસભ્ય ચિરાગ કાલરીયા સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા. (તસવીરો:દર્શન મકવાણા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here