Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગર જિલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર જિલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરમાં વધુ એક મહિલા અને એક પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જામનગર જિલ્લાના ફલ્લા ગામની 43 વર્ષીય મહિલાને કોરોનાની અસર થઈ છે. આ ઉપરાંત લાલપુરના 50 વર્ષીય પુરુષને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જી.જી. હોસ્પિટલમાં લેવાયેલ સેમ્પલનો આજે સવારે આવેલ રિપોર્ટમાં બે પોઝિટિવ કેસો નોંધાયા છે.અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં કુલ 75 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બે બાળકોના અગાઉ કોરોનાથી મૃત્યુ પણ નોંધાયા છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here