Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગર જિલ્લાનું SSC નું રિઝલ્ટ 57.82ટકા, ત્રણ વર્ષની સરખામણી પણ જુઓ…

જામનગર જિલ્લાનું SSC નું રિઝલ્ટ 57.82ટકા, ત્રણ વર્ષની સરખામણી પણ જુઓ…

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગર જિલ્લાનું વર્ષ 2020માં લેવાયેલી SSC બોર્ડની પરીક્ષાનું પરિણામ 57.82% જાહેર થયું છે.

- Advertisement -

જામનગરમાં A1ગ્રેડમાં 57 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે A2માં 656, B1માં 1362, B2માં 2267 C1માં 3062 અને C2માં 1645 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ ઉપરાંત Dમાં 99, E1માં 3037 તેમજ E2માં 3637 વિદ્યાર્થીઓ આવ્યા છે.

જામનગર જિલ્લામાં નોંધાયેલા 16012 વિદ્યાર્થીઓ માંથી કુલ 15822 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા

છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં આવર્ષે જામનગરનું પરિણામ નીચું રહ્યું છે. 2019માં 70.61% તેમજ 2018માં 71.28% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે 57.82% રિઝલ્ટ આવ્યું છે.

જામનગર જિલ્લાની 10 શાળાઓનું પરિણામ 0 આવ્યું છે. જે ચિંતાજનક બાબત કહી શકાય ગયા વર્ષે જામનગર જિલ્લાની 1 માત્ર શાળાનું પરિણામ 0 હતું. જે 9 વધીને આ વર્ષે 10 થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here