Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગરની પોસ્ટ ઓફીસ પાસે વૃક્ષ ધરાશાયી થતા કાર અને વીજપોલમાં નુકશાન

જામનગરની પોસ્ટ ઓફીસ પાસે વૃક્ષ ધરાશાયી થતા કાર અને વીજપોલમાં નુકશાન

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરના ચાંદી બજાર પોસ્ટ ઓફીસ પાસે સોઢાની ડેલી પાસે મંગળવારે રાત્રે 11 વાગ્યા આસપાસ મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. મોડીરાત્રે અચાનક જ મહાકાય વૃક્ષ પડી ભાંગતા આ વિસ્તારમાં પડેલી એક કાર ઉપર પડતા કારમાં પણ નુકશાન થયું હતું.

- Advertisement -

મોડીરાત્રે લીમડાના મહાકાય વર્ષોજુના વૃક્ષના પડવાથી વિજપોલ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં વીજ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. અને પીજીવીસીએલના કર્મચારીઓ તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે આવી વૃક્ષો કાટમાળ ખસેડવાની કવાયત હાથ ધરી હતી.

લીમડાના વૃક્ષના ધરાશાયી થવાથી વીજ પોલને નુકસાનને કારણે વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાયો હતો જેને પગલે પીજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા વીજપુરવઠો પુન: કાર્યરત કરવા કવાયત હાથ ધરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here