Home સૌરાષ્ટ્ર-કચ્છ વિંછીયામાં મામલતદાર અને પોલીસ તંત્રએ ઝડપ્યો સોપારીનો જથ્થો

વિંછીયામાં મામલતદાર અને પોલીસ તંત્રએ ઝડપ્યો સોપારીનો જથ્થો

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક,ગોંડલ: (ક્રિશ ટીંબડીયા)

લોકડાઉનમાં કેટલાક તકવાદી લોકો વ્યસનીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા હોય તેમ તમાકુ, સોપારી, બીડી જેવી વસ્તુઓની કાળા બજારી કરતા જોવા મળી રહ્યા છે ત્યારે એક બાજુ તંત્રએ પણ આવા તત્વો સામે લાલ આંખ કરી હોય તેમ આવા સંગ્રહખોરોને ઝડપી પાડવા હંમેશા સતર્ક રહે છે.

- Advertisement -

રાજકોટ જિલ્લાના વિંછીયામાં બોટાદ રોડ પર આવેલ માંડવરાય શોપીંગ સેન્ટરમાંથી રાત્રીના સમયે મામલતદાર ભેંસણીયા અને વિછીયા PSI એમ.જે પરમાર દ્વારા ખાનગી બાતમીના આધારે રેડ કરવામાં આવી. જે દરમિયાન વિંછીયાના સોપારીના વેપારી જગદીશ શામજી પ્રજાપતિના એક ઘર અને ગોડાઉનમાંથી એમ કુલ રૂપિયા 4,62,714નો સોપારીનો જથ્થો ઝડપાતા તેમના ઘરને અને ગોડાઉનને સીલ કરવામાં આવ્યા છે.

સોપારીના કાળા બજાર કરનાર વેપારી સામે વિંછીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આ પ્રકારના કાળા બજાર કરનાર અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here