ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામનગરમાં પ્રાથમિક થી લઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાયમી શિક્ષકોને ભરતીમાં વધુ જગ્યા ભરવામાં આવે તેવી માંગ સાથે પ્રક્રિયા ઝડપી બનાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
શિક્ષણ સહાયક / વિદ્યા સહાયક તરીકે શિક્ષણ વિભાગમાં ભરતી થવા માટે છેલ્લા કેટલાય સમયથી પ્રક્રિયા અનુસરી રહેલા શિક્ષકોએ હાલ તાજેતરમાં જ ધોરણ ૯ થી ૧૨ ની ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકો ભરતી પૂર્ણ થયેલ છે.
તાજેતરમાં શરૂ થયેલી ભરતીના શિક્ષક ઉમેદવારો દ્વારા જણાવવામાં આવેલ કે, હકીકતમાં આ ભરતી નહી, પરંતુ બદલી કહેવાય. કારણ કે, જૂના શિક્ષકો એ સરકારનો જ ભાગ હતા. આથી જૂના શિક્ષકોની બદલી બાદ ખાલી પડેલી જગ્યાઓને શિક્ષણ સહાયકમાં સમાવી લઈને વધુ શિક્ષકોને રોજગારી પ્રાપ્ત થાય તેમ છે.
જૂના શિક્ષકો અને આચાર્યની બદલી કેમ્પ બાદ ખાલી પડેલી તમામ જગ્યાઓ ચાલુ 7609 શિક્ષણ સહાયકમાં જગ્યા વધારા રૂપે સમાવેશ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
આથી આ ખાલી પડતી જગ્યાઓ શિક્ષણ સહાયકની સમાવી લેવામાં આવે તેવી માંગણી કરી છે. અને શિક્ષણનું સ્તર સુધરે તે માટે કાયમી શિક્ષકો અત્યંત જરૂરી છે તેવા સમયે વિલંબમાં અટવાયેલી ભરતી પ્રક્રિયા ઝડપી અને ૧ થી ૧૨ માં વધુમાં વધુ શિક્ષકોને આવરી લેવામાં આવે તેવી લાગણી સાથે સરકારમાં માંગણી કરતું આવેદનપત્ર કલેકટર કચેરીએ પાઠવવામાં આવ્યું છે.