ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર :
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જેને લઇને રાજ્યપાલના શિડ્યુલ કરાયેલા કાર્યક્રમો પૈકીના કેટલાક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
તારીખ 4 માર્ચ ના રોજ , મંગળવારના રોજ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ખાતમુર્હુત કરવાના હતા તથા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીના સ્મરણાર્થે બાલાજી વેફર્સના વિરાણી પરીવારના અનુદાનથી બનાવેલ હીરાબા સરોવરની પણ મુલાકાત લેવાના હતા .
ત્યારબાદ કાલાવડ રોડ, કોસ્મોપ્લેકસ સિનેમાની પાછળ આવેલ પેરેડાઈઝ હોલ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, ઉદ્યોગપતિઓ, દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓને પ્રાકૃતિક ખેતીમાં અને જીવનમાં વરસાદી શુધ્ધ અમૃત સમાન પાણીનું મહત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા અંગેનું માર્ગદર્શન આપવાના હતા.
ગુજરાત ના અલગ-અલગ જીલ્લામાંથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના વરસાદી પાણીના યોગ્ય જતન માટે ચેકડેમ રીપેરીંગ,ઊંડા,ઊંચા તેમજ નવા કરવા અને રીચાર્જ બોર કરવા માટે દાતાઓના આર્થિક સહયોગ છે તેવા ૨૦૦૦ થી વધુ લોકો પધારવાના હતા જે કાર્યક્રમ રદ કરવામાં આવ્યા હોવાનું એક યાદીમાં જણાવાયું છે.