ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જી.એસ.ઈ.સી.એલ.ટી.પી.એસ સિક્કા દ્વારા સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ દ્વારા જી.જી. હોસ્પિટલ જામનગર ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જી.એસ.ઈ.સી.એલ. હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ. જેમાં સંકુલ ના મુખ્ય ઈજનેર એચ ડી મૂંધવા , અધિક્ષક ઈજનેર આર એન પટેલ, એસ. એચ. કહાર, ડી.કે.વસાવા, બી.ડી. સનારીયા, ડી.જી.એમ. આર.આર.રબારી, પી.પી. પ્રજાપતિ, એન. જી. પરમાર, લેબર વેલફેર ઓફિસર ટી.એચ.ઠાકરિયા, મેડિકલ ઓફિસર ટી.જે. રાદડિયા ઉચ્ચ અધિકારીગણ અને રિક્રિએશન ક્લબ કમિટી ઉપસ્થિત રહેલ અને આ બ્લડ ડોનેશન કેમ્પનો દિપ પ્રાગટય કરીને શુભ આરંભ કરાવ્યો હતો.
બ્લડ ડોનેશન કૅમ્પની શરૂઆત સંકુલ ના વડા એચ.ડી.મૂંધવા, ઉચ્ચ અધિકારીગણ, ક્લબ સેક્રેટરી મુકેશભાઈ દાણીધારીયા અને ક્લબ કમિટી સભ્યોએ કરાવેલ. બ્લડ ડોનેશન કેમ્પ માં સ્વેચ્છાએ જ સંકુલના કર્મચારીઓ એ ભાગ લઈ 65 બોટલ રક્ત એકત્રીત કર્યું હતું.
આ પ્રસંગે એચ.ડી. મૂંધવાએ ક્લબ કમિટી, રિક્રિએશન ક્લબના સેક્રેટરી તેમજ તમામ કમીટી મેમ્બરની તેમજ હોસ્પિટલ ના ડો. રાદડિયા, મેડીકલ સ્ટાફ તથા જી.જી. હોસ્પિટલ સ્ટાફ કામગીરી ને બીરદાવી હતી.આ કેમ્પ ના આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. અને કૅમ્પ માં ભાગ લેનારા સર્વે બલ્ડ ડોનર કર્મચારીઓનો પણ આભાર વ્યકત કર્યો હતો તેમ એન.ડી.ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.