ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે 1 માર્ચે સાંજે 7.20 કલાકે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જામનગરના મેયર વિનોદભાઇ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, દિવ્યેશભાઇ અકબરી, ચીફ સેક્રેટરી પંકજ જોશી, ડી.જી.પી. વિકાસ સહાય, એરફોર્સના ગ્રુપ કેપ્ટન સૌરભ પારિજાત, કલેકટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઇ મુંગરા અને શહેર ભાજપ અધ્યક્ષ ડૉ.વિમલભાઇ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લાલ બંગલા ખાતે આવેલ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. અને 2 માર્ચે સવારે રિલાયન્સમાં આવેલ વનતારાની મુલાકાત લેશે. ત્યાંથી તેઓ સોમનાથ જવા રવાના થશે.