જામનગરમાં યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા RTE ના ઓનલાઇન ફોર્મ માટે હેલ્પ સેન્ટર શરૂ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

કોગ્રેસ ની UPA સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯ માં Rte Act અમલમાં લાવા માં આવ્યો હતો. આ કાયદા અનુસાર આર્થિક રીતે નબળા વર્ગ ના તમામ બાળકો ને કોઈ પણ ખાનગી શાળા માં ધોરણ ૧ થી ૮ સુધી ફ્રી માં એડમિશન મળે છે. અને સાથે દર વર્ષે ૩૦૦૦ જેટલી રકમ વિદ્યાર્થીઓના ખાતા માં સ્ટેશનરી અને ડ્રેસ પેટે પણ જમા થાય છે, અને આ યોજના માટે તમામ ખાનગી શાળા માં ૨૫% સીટ અનામત રાખવા માં આવે છે.

RTE 2025 ના ફોર્મ તારીખ ૨૮/૨/૨૫ થી ૧૨/૩/૨૫ સુધી ઓનલાઇન પોર્ટલ પર ભરવા ના ચાલુ થયેલ છે. જેના માટે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ યુવક કોંગ્રેસ અને NSUI જામનગર દ્વારા RTE ના ઓનલાઇન ફોર્મ (નિઃશુલ્ક )ભરવા નું હેલ્પ સેન્ટર, ઝવેર ચેમ્બર, ઓફિસ નંબર ૫૦૨, પાંચમો માળ, અંબર ટૉકીઝ રોડ, માણેક સેન્ટર ની બાજુ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ દરમિયાન ચાલુ કરવામાં આવેલ હતું. જેમાં જામનગર ના વાલીઓ એ માહિતી મેળવવા અને ફોર્મ ભરવા માટે મુલાકાત લીધી હતી.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા RTEના ફોર્મ ભરવા ની પ્રક્રિયા દર વર્ષે અંદાજે ૧૦ વર્ષથી પણ વધુ સમયથી કરવામાં આવી રહી છે.

આ હેલ્પ સેન્ટરમાં યુવક કોંગ્રેસ જામનગરના પ્રમુખ ડો. તોષીફખાન પઠાણ, યુવક કોંગ્રેસ ગુજરાતના મંત્રી શક્તિસિંહ જેઠવા, NSUI ગુજરાતના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, NSUI જામનગર શહેર ના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, અકીલ મોરવાડીયા, બ્રિજરાજસિંહ સોઢા, પાર્થ ભટ્ટી, પરીક્ષિત જાડેજા, દુષ્યંતસિંહ જાડેજા, શ્રેય પટેલ, દિવ્યરાજસિંહ જાડેજા, સત્યજિત રાઠોડ, વિશ્વદીપ, મુક્કરમ કુરેશી, આસીફ મોડા વગેરે સેવા આપી રહ્યા છે.