ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
સિકકા ટીપીએસ ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ એમ. કંચવા વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં સિક્કા ટીપીએસ ના મુખ્ય ઇજનેર એચ.ડી.મુંધવા, ડેપ્યુટી જનરલ મેનેજર રાજેશ આર. રબારી, પર્સનલ ઓફિસર પી.પી. પ્રજાપતી, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ઓફિસર એન.જી.પરમાર,
એકાઉન્ટ ઓફિસર એમ.જે.દોશી લેબર વેલ્ફેર ઓફિસર ટી.એમ. ઠાકરિયા અન્ય ઉચ્ચ અધિકારી ગણ, યુનિયનના હોદ્દેદારો, નિવૃત્ત થતા કર્મચારીઓના પરિવારજનો તેમજ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારી/કર્મચારીગણ દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યા હતા.
એન.ડી.ત્રિવેદી દ્વારા શાલ ઓઢાડી ને સન્માન કરેલ. મુખ્ય ઇજનેર એચ.ડી.મુંધવા તથા ડી.જી.એમ. રાજેશ રબારી દ્વારા સુરેશભાઈ એમ.કંચવા ની કામ કરવાની આવડત ને બિરદાવવામાં આવેલ તથા સુરેશભાઈ એતેમના જૂના મિત્રોને યાદ હતા.