ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :
મહાશિવરાત્રી પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ નજીક આવેલ દરિયાકિનારે ભજન મહાદેવ મંદિરથી શિવલિંગની ચોરીની ચકચારી ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડે દ્વારા તાત્કાલિક SIT ની રચના કરાઈ હતી. અને આ સીટની ટીમ દ્વારા એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોને અલગ અલગ દિશાઓમાં દોડાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આ શિવલિંગ સાબરકાંઠાના કેટલાક લોકોએ રેકી કરી મંદિરમાંથી કાઢી પોતાના વતન લઈ ગયા હતા. તેનું સગેરૂ શોધી કાઢ્યું છે.
મહાશિવરાત્રી પહેલા 25 ફેબ્રુઆરીના ગાંધી હર્ષદ ના દરિયા કિનારે આવેલ ભજન મહાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સો દ્વારા શિવલિંગની ચોરી કરવામાં આવી હતી અને આ શિવલિંગને ફરતે આવેલ થારુ દરિયા કિનારે મુકી આ શખ્સો પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના બાદ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક અસરથી જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી.

આ ઘટના બાદ જિલ્લા પોલીસવાળા દ્વારા ખાસ સીટની રચના કરવામાં આવી હતી. બંને ડીવાયએસપીની અધ્યક્ષતામાં બનેલી એલ.સી.બી, એસ.ઓ.જી સહિતની પોલીસ ટુકડીએ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સથી શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
થોડા દિવસો પહેલા આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા ની ભત્રીજીને સપનું આવેલ કે, “ દ્વારકા જિલ્લા ના હરસિદ્ધિ મંદિર પાસે દરિયા કિનારે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘેર લાવી ને સ્થાપના કરશો તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે.” જેથી વનરાજ, મનોજ, મહેન્દ્ર, જગત અને અન્ય ૩ મહિલાઓએ મળીને આ તમામ લોકોએ કાવતરું રચી બે વાહનોમાં આવી અને હર્ષદ ખાતે રોકાયા હતાં. જ્યાં રેકી કરીને ભીડભંજન મહાદેવ (ગાંધવી ગામ, દરિયાકિનારો, હર્ષદ) ખાતે સ્થાપિત શિવલિંગ પોતાના વતન ગામ જેનો તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ખાતે લઈ ગયેલ અને પોતાના ઘેર ચોરેલા શિવલિંગ ની સ્થાપના કરીને રાખેલ હતી.
હાલ પોલીસે આરોપીઓને ઝડપી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ લઈ રવાના થઈ છે. અને આવતીકાલે આ ચોર ટોળકી સાથે દ્વારકા પોલીસ પહોંચી પ્રેસ કોન્ફરન્સ કરી વધુ વિગતો જાહેર કરવામાં આવશે.