SSC – HSC બોર્ડની પરીક્ષા આપતા પહેલાં આ બાબતો અચૂક ધ્યાનમાં રાખજો…

જાણવા જેવું

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ડેસ્ક :

આગામી 27, ફેબ્રુઆરી, 2025 થી ગુજરાત રાજ્યમાં SSC અને HSC બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં અનેક મૂંઝવણ હોય છે. ત્યારે પરીક્ષામાં હળવાશ ભર્યા વાતાવરણમાં પેપર શાંત ચિતે સમજણ પૂર્વક પ્રશ્ન વાંચીને યોગ્ય પ્રતિઉત્તર લખવો જોઈએ. કેટલાક વિદ્યાર્થીઓ ઉતાવળમાં પરીક્ષાનું ટેન્શન સાથે વર્ગખંડમાં પરીક્ષા આપવા પહોંચે છે. જે ન કરવું જોઈએ.

બોર્ડની પરીક્ષામાં ધ્યાનમા રાખવાની બાબતો… 

  1. પરીક્ષા કેન્દ્ર પર નિર્ધારિત સમય કરતા પહેલા 15 મિનિટ પહોંચી જવું
  2. પરીક્ષા કેન્દ્ર પર જતા પહેલા હોલ ટિકિટ અને જરૂરી ડોક્યુમેન્ટ અચૂક ચકાસી લઈ જવા.
  3. પરીક્ષામાં સૌપ્રથમ આખું પેપર જોઈ લેવું.
  4. પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારનું ટેશન ના લેવું, શાંતીથી પેપર લખવુ.
  5. નવો વિભાગ નવા પેજ થી લખવો.
  6. અક્ષર સારા કરવા અને છૂટું લખાણ લખવું.
  7. ખોટી છેક-છાક કરવી નહીં.
  8. ગુજરાતી વિષયમાં બે-ત્રણ વાક્ય અને લોંગ પ્રશ્ન મા પ્રસ્તાવના ખાસ લખવી જોઈએ.
  9. ભાષાના પેપરમાં નિબંધ ફકરા પાડી ને વ્યવસ્થિત લખાણ સાથે દોઠ કે બે પેજ માં લખવુ.
  10. જ્યા જ્યા જરૂર જણાય ત્યાં હાઈ લાઈટ કરવું.
  11. એક વાક્યના પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમા લખવા.
  12. પેપર હમેશા પૂરું લખવું કઈ પણ છોડવું નહીં.
  13. પેપર પૂરું થયા બદ એક વખત વિભાગ વાઈસ જોઈ લેવું.
  14. પેન હમેશા વાપરેલી લેવી, નવી પેન વાપરવી નહીં જેથી લખવામાં સરળતા રહે.
  15. જરૂરી તમામ વસ્તુ લઇ જવી જેવી કે, બે-ત્રણ પેન, પેન્સિલ, છેક રબ્બર, ફૂટપટ્ટી વગેરે.

આશા છે કે, બોર્ડની મહત્વની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને અહીં આપેલી વિગતો અને ધ્યાનમાં લેવા જેવી બાબતો પરીક્ષા દરમિયાન ઉપયોગી નીવડશે.

  • Best of luck 

– રેશ્મા ચૌહાણ કારસરીયા

(M.A. B.ed)

શિક્ષક, JKV હાઈસ્કુલ, જામનગર